વિદ્યાથીઓ કરતા વિદ્યાર્થીનીઓએ આ પરીક્ષામાં બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 92.71 જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 94.75 % છે.
બોર્ડમાં ટોપ કરેલો પ્રદેશ ત્રિવેન્દ્રમ 99.91 ટકા સાથે પ્રથમ સ્થાને
GSEB (ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ના પરિણામ બાદ આજે 13 મે, 2024ના દિવસે CBSE(સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)નું પરિણામ જાહેર થયું છે. CBSEનું ધોરણ 10નું 93.60% પરિણામ અને ધોરણ 12નું 87.98% પરિણામ આવ્યું છે. તારીખ 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. જેમાં દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.
આ પરિણામ cbse.nic.in અને cbseresults.nic.in પર જોઈ શકાશે. વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને રોલ નંબર એન્ટર કરીને પણ પરિણામ જોઈ શકશે અને તેને ડાઉનલોડ પણ કરી શકશે.
આ રીતે પણ રિઝલ્ટ ચેક કરી શકાશે
તેની સાથે જ CBSE 12માનું પરિણામ ડિજિલોકર કોડ્સ અને ઉમંગ એપથી પણ ચેક કરી શકાશે. બોર્ડે માહિતી આપી છે કે આ વર્ષે ધોરણ 12માં 16,33,730 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 16,21,224 પરીક્ષા આપી હતી અને 14,26,420 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ 12માં એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 ટકા રહી છે, જે ગયા વર્ષના 87.33 ટકાથી વધુ છે.
આટલી વેબસાઇટ્સ પર જોઈ શકાશે રિઝલ્ટ
cbseresults.nic.in
results.cbse.nic.in
cbse.nic.in
cbse.gov.in
digilocker.gov.in
results.gov.in
આ રીતે રિઝલ્ટ ચેક કરો
- સૌ પ્રથમ CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર ક્લિક કરો
- ત્યાર બાદ હોમ પેજ પર ધોરણ 10 – ધોરણ 12ના રિઝલ્ટની લિંક પર ક્લિક કરો
- ત્યાર બાદ લોગિન પેજ ખુલશે, જેમાં જરુરી વિગતો ભરીને પછી સબમિટ બટન પર ક્લીક કરો
- સબમિટ બટન પર ક્લીક કરતા જ સ્ક્રીન પર પરિણામ જોઈ શકાશે
- પરિણામને ડાઉનલોડ પણ કરી શકાશે અને તેની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકાશે
- DigiLocker એકાઉન્ટમાં માર્કશીટ ડાઉનલોડ પણ કરી શકાશે
વિદ્યાર્થીઓ હવે તેમની માર્કશીટ કમ સર્ટિફિકેટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ ડિજિલોકર પરથી છ-અંકના સિક્યુરિટી પિન દ્વારા ડાઉનલોડ કરી શકશે. આ 6 અંકનો સિક્યુરિટી પિન તેમની સ્કુલમાંથી મળશે. આ પિનની મદદથી, વિદ્યાર્થીઓ DigiLocker એકાઉન્ટમાં જઈને તેમની ડિજિટલ માર્કશીટ અને પ્રમાણપત્રો સહિત વિવિધ શૈક્ષણિક ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકશે.
ધોરણ 10ના પરિણામમાં એકંદરે પાસ થવાની ટકાવારી 93.60% નોંધાઈ છે. આ વર્ષે કુલ 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 20,95,467 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. આ વર્ષ વિદ્યાથીઓ કરતા વિદ્યાર્થીનીઓએ આ પરીક્ષામાં બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 92.71 જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 94.75 % છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પાસ થવાની ટકાવારી 0.48% વધી છે. વર્ષ 2023માં ધોરણ 10માં પાસ થવાની ટકાવારી 92.12% હતી.
નોંધનીય છે કે, સીબીએસઈએ આ વર્ષે પણ ટોપર્સનું લિસ્ટ જાહેર કર્યું નથી. ગયા વર્ષે પણ 10મા અને 12મા ધોરણના ટોપર્સનું મેરિટ લિસ્ટ અને ટોપર્સ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ન હતું.
ઉલ્લેખનિય છે કે, CBSEના નોટિફિકેશન પ્રમાણે, વર્ષ 2025માં ધોરણ 10 બોર્ડની પરિક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. જો કે, હાલ સંપૂર્ણ ટાઈમટેબલ જારી કરવામાં આવ્યું નથી.
CBSEના ધોરણ-10માં છોકરીઓનું પરિણામમાં પ્રદર્શન સારું રહ્યું
CBSE બોર્ડ 10માં છોકરીઓની પાસ થવાની ટકાવારી 94.75 છે. જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 92.71 ટકા હતી. છોકરાઓ કરતાં 2.04 ટકા વધુ છોકરીઓ પાસ થઈ છે. વર્ષ 2023માં પણ છોકરીઓ પણ બાજી મારી હતી. છોકરાઓ 92.27 ટકા જ્યારે છોકરીયો 94.25 ટકા પાસ થઈ હતી.
CBSE ધોરણ-10 પ્રદેશ પ્રમાણે ટકાવારી પરિણામ
ત્રિવેન્દ્રમ- 99.91%
વિજયવાડા- 99.04%
ચેન્નાઈ- 98.47%
બેંગલુરુ- 96.95%
દિલ્હી પશ્ચિમ- 95.64%
દિલ્હી પૂર્વ- 94.51%
ચંદીગઢ- 91.09%
પંચકુલા- 90.26%
પુણે- 89.78%
અજમેર- 89.53%
દેહરાદૂન- 83.82%
પટના- 83.59%
ભુવનેશ્વર- 83.34%
ભોપાલ- 82.46%
ગુવાહાટી- 82.05%
નોઇડા- 80.27%
પ્રયાગરાજ- 78.25%