ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા માર્ચ-૨૦૨૪માં લેવાયેલ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧૨માં ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા માર્ચ-૨૦૨૪માં લેવાયેલ SSC માધ્યમિક શાળનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે માધ્યમિક શાળાની પરીક્ષા રાજ્યના 84 ઝોનના 981 કેન્દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં 3184 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 31829 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧૨માં ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા હોય.
ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે આજે ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર 6357300971 નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે. ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે.
ધોરણ 10ના પરિણામની વિગત
આ વર્ષો SSC નું પરિણામ 82.56 ટકા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,06,370 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 6,99,598 ) વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 5,77,556 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત (રેગ્યલર) વિદ્યાર્થીઓનું પરિણામ 82.56 ટકા જાહેર કરવામાં આવે છે.
રિપીટર વિદ્યાર્થીઓ
રિપીટર વિદ્યાર્થીઓ 1,65,984 તરીકે નોંધાયા હતા. જે હાજર રહેલા વિદ્યાર્થીઓમાં 1,60,451 હતા. જેમાંથી 78,715 પાસ થતાં તેઓનું પરિણામ ૪૯.૦૬ ટકા આવ્યું છે.
GSOSનું પરિણામ ૩૦.૬૩ ટકા
આ ઉપરાંત GSOS વિદ્યાર્થીઓ તરીકે નોંધાયેલ કુલ 17,378 વિદ્યાર્થીઓ 16,261 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૪,૯૮૧ પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ ૩૦.૬૩ ટકા આવેલ છે.
બોર્ડ કક્ષાના વિષયોમાં નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા પદ્ધતિ મુજબ ૮૦ ગુણનું પ્રશ્નપત્ર અને શાળાકીય આંતરિક મૂલ્યાંકનના ૨૦ ગુણ મુજબ પરીક્ષા યોજવામાં આવેલ હતી.
ત્રણ વિષયમાં નાપાસ માટે પૂરક પરીક્ષા
આ વર્ષથી એસ.એસ.સી.માં માર્ચ-૨૦૨૪માં ત્રણ વિષયમાં નાપાસ ઉમેદવારો માટે પૂરક પરીક્ષાની જોગવાઈ કરેલ છે. આવા ઉમેદવારો હતાશ કે નિરાશ થયા વિના આગામી પૂરક પરીક્ષા આપી યોગ્યતા પ્રાપ્ત કરે.
2023ની સરખામણીમાં 18 ટકા વધારે પરીણામ
વર્ષે 2024 ધોરણ 10નું પરિણામ 82.56 ટકા આવ્યું છે. વર્ષ 2023ની સરખામણીએ રીઝલ્ટમાં 18 ટકાનો વધારે આવ્યો છે. ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ, જ્યારે પોરબંદર જિલ્લાનું સૌથી નીચું પરિણામ આવ્યું છે. ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનીધી પાનીએ કહ્યું કે, આ વર્ષે ધોરણ 10માં છોકરીઓએ મેદાન માર્યું છે. સૌથી વધુ 87.22 ટકા પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર બન્યો છે. તો પોરબંદર જિલ્લામાં સૌથી ઓછું 74.57 ટકા પરિણામ આવ્યું છે. બોર્ડના અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ કરીને સફળતા મેળવી છે.