દિલ્હીના સીએમ અરવિંદ કેજરીને જામીન મળ્યા બાદ હવે 1 જૂન સુધી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી શકશે
દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી કહે છે, “આ સત્યની જીત થઈ છે.
ચીફ મિનીસ્ટર ઓફ દિલ્લી અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં હાલ તે તિહાર જેલમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે તેમની ધરપકડ કરી હતી. તેમની ધરપકડની કાયદેસર તાને કોર્ટમાં પડકારી હતી. ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ માંથી કેજરીવાલને રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
EDએ જામીનનો વિરોધ કર્યો
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. જોકે સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું છે કે કોઈપણ નેતાને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા નથી, પછી ભલે તે ચૂંટણી લડતા ના હોય.
કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલ 1 જૂન સુધી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી શકશે. સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.
સીએમ તરીકે ફરજો નિભાવી શક્શે નહી
અગાઉ 7 મેના રોજ સુપ્રીમકોર્ટેમાં યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને કહ્યું હતું કે જો કેજરીવાલ વચગાળાના જામીન પર છોડવામાં આવે છે, તો પણ તેઓ મુખ્યમંત્રી તરીકે તેમની સત્તાવાર ફરજો નિભાવી શકશે નહીં. જો તેઓ મુખ્યમંત્રી તરીકે સત્તાવાર ફરજ બજાવે તો સંઘર્ષ થશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળશે તો તે માત્ર ચૂંટણી પ્રચાર માટે જ આપવામાં આવશે. ઈડી અને કેજરીવાલના વકીલ વચ્ચે સુપ્રીમકોર્ટમાં લાંબા સમય સુધી દલીલો ચાલી હતી. અગાઉ સુપ્રીમકોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખી 10 મેના રોજ સુનાવણી નક્કી કરી હતી આજે આખરે ચુકાદો આપી દીધો.
આ સત્યની જીત છે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર, દિલ્હીના AAPના મંત્રી અને નેતા આતિશી કહે છે, “આ સત્યની જીત છે. બંધારણ અને લોકશાહીને બચાવવા માટે આગળ આવવા બદલ હું સુપ્રીમ કોર્ટેનો આભાર માનું છું. અરવિંદ કેજરીવાલ આ વખતે તિહાર જેલમાંથી બહાર આવશે. સાંજે અને મને ખાતરી છે કે તેઓ દિલ્હી અને દેશના લોકોને સંબોધિત કરશે.
CPI(M)ના નેતા બ્રિન્દા શુ બોલ્યા
CPI(M)ના નેતા બ્રિન્દાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર કહ્યું કે, “અમે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકારીએ છીએ. આ નિર્ણય ED અને કેન્દ્ર સરકારના મોઢા પર કડક થપ્પડ છે. કેન્દ્ર સરકારે EDનો ઉપયોગ કર્યો છે. વિરોધ પક્ષ વિરુદ્ધ રાજકીય એજન્સી, જ્યારે તમે ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડ કરો છો ત્યારે તે કયા પ્રકારનું લેવલ પ્લેઇંગ ફિલ્ડ છે?