સનરાઈઝર્સ હૈદરાબાદે માત્ર 9.4 ઓવરમાં મેચ જીતી રચ્યો ઇતિહાસ, 58 બોલમાં 166 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો

SRH

સનરાઈઝર્સ હૈદરાબાદે 10 વિકેટથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું
ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ બનાવ્યા અનેક રેકોર્ડસ

IPL 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું હતું. પેટ કમિન્સની કેપ્ટનશિપવાળી સનરાઈઝર્સ હૈદરાબાદે ફરી એકવખત ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સીઝનમાં અનેક રેકોર્ડસ પોતાના નામે કરી, દમદાર જીત મેળવી છે.

મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 9.4 ઓવરમાં જ આ ટાર્ગેટ ચેઝ કરી મેચ પોતાના નામે કરી લીધી હતી.

હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન અને આ મેચના હીરો એવા ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ વિસ્ફોટક બેટીંગ કરી હતી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં 107 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં બનાવેલ આ બીજો સૌથી વધુ સ્કોર છે. આ સીઝનની શરૂઆતમાં હૈદરાબાદે જ દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ 6 ઓવરમાં 125 રન બનાવ્યા હતા.

હૈદરાબાદ IPLમાં પાવરપ્લેમાં બે વખત 100થી વધુ સ્કોર કરનારી પ્રથમ ટીમ બની છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સે 2017માં RCB સામે પાવરપ્લેમાં 105 રન બનાવ્યા હતા. 2014માં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે 100 રન બનાવ્યા હતા અને તે જ સિઝનમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પાવરપ્લેમાં 93 રન બનાવ્યા હતા.

સૌથી પહેલા ટ્રેવિસ હેડે 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ત્યાર બાદ અભિષેક શર્માએ 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ બંને ખેલાડીઓએ માત્ર 58 બોલમાં 167 રનની પાર્ટનરશિપ કરી હતી.

આ જીત સાથે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. 62 બોલ બાકી રહેતા આ મેચને જીતવાની સાથે જ હૈદરાબાદની ટીમનો નેટ રનરેટ +0.406 થઈ ગયો. તેમણે હવે 12 મેચમાંથી 7માં જીત મેળવી છે. બીજી બાજુ લખનઉએ 12માંથી 6 મેચમાં જીત મેળવી છે. ટીમ 12 પોઈન્ટ અને -0.769ના નેટ રન રેટ સાથે છઠ્ઠા સ્થાને છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલ મેચમાં અનેક રેકોર્ડસ બન્યા છે.

IPLમાં પાવરપ્લેમાં બનાવેલ હાઈએસ્ટ સ્કોર
125/0- SRH vs DC, 2024
107/0- SRH vs LSG, 2024
105/0- KKR vs RCB, 2017
100/2- CSK vs PBKS, 2014
93/1- PBKS vs KKR, 2024

IPLમાં શરુઆતની 10 ઓવરમાં હાઈએસ્ટ સ્કોર
167/0 – 9.4 ઓવર- હૈદરાબાદ vs લખનઉ, 2024
158/4 – હૈદરાબાદ vs દિલ્હી, 2024
148/2 – હૈદરાબાદ vs મુંબઈ, 2024
141/2- મુંબઈ vs હૈદરાબાદ, 2024

IPLમાં પાવરપ્લેમાં સૌથી વધુ 50+ સ્કોર:
6 વાર – ડેવિડ વોર્નર
4 વાર – ટ્રેવિસ હેડ – IPL 2024માં
3 વાર – સુનીલ નારાયણ
3 વાર – ક્રિસ ગેલ

IPLમાં સૌથી વધુ બોલ બાકી રહેતા જીતનો રેકોર્ડ
62 બોલ- હૈદરાબાદ vs લખનઉ, 2024 (ટાર્ગેટ 166 રન)
57 બોલ- દિલ્હી vs પંજાબ કિંગ્સ, 2022 (ટાર્ગેટ 116 રન)
48 બોલ- ડેક્કન ચાર્જસ vs મુંબઈ, 2008 (ટાર્ગેટ 155 રન)

IPLમાં સૌથી ઓછા બોલમાં 100+ રનની પાર્ટનરશિપ
30 બોલ- ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા vs દિલ્હી, 2024
34 બોલ- ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા vs લખનઉ, 2024
36 બોલ- હરભજન સિંહ અને જે સુચિત vs પંજાબ, 2015
36 બોલ- ક્રિસ લિન અને સુનીલ નરેન vs બેંગાલુરુ, 2017

SRH (IPL) માટે સૌથી ઝડપી 50
16 બોલમાં અભિષેક શર્મા vs MI હૈદરાબાદ 2024
16 બોલ ટ્રેવિસ હેડ વિ DC દિલ્હી 2024
16 બોલમાં ટ્રેવિસ હેડ વિ LSG હૈદરાબાદ 2024
18 બોલમાં ટ્રેવિસ હેડ વિ MI હૈદરાબાદ 2024