ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કરીને બોગસ વોટિંગ કરતો વીડિયો વાયરલ થતા કોંગ્રેસ ઉમેદવારે કરી કલેક્ટરને ફરિયાદ બાદ ફરી મતદાન કરવાનો ચૂટણી પંચે કર્યો નિર્ણય
7મી મે ના રોજ ગુજરાત લોકસભાની 25 બેઠકો સાથે પાંચ વિધાનસભા બેઠક પર મતદાન યોજાયો હતો. દાહોદમાં ચૂટણી દરમિયાન સંતરામપુર તાલુકાના પરથમપુર વિસ્તારમાં બૂથ કેપ્ચરિંગ ઘટના ઘટી હતી. આ ઘટના ઇન્સ્ટાગ્રામ ઉપર બૂથ કેપ્ચરીંગ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતો. જે બાદ કેન્દ્રિય ઈલેક્શન કમિશને નોટિસ જાહેર કરી હતી જેમાં પરથમપુર બૂથના તમામ ચાર અધિકારીઓને જવાબદાર ઠારવ્યા હતાં અને કહ્યું કે, બોગસ વોટિંગ દરમિયાન તમે કોઈ કર્યાવાહી કેમ ન કરી તે દિન એકમાં જવાબ આપો જેમાં પ્રિસાઇડિંગ સહિત ત્રણ લોકોને મહીસાગર ચૂંટણી અધિકારીનું ગુરુવારે સવાર સવારમાં તેડું આવ્યું હતું. આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા હતા.
11મી પુનઃ મતદાન
વિજય ભાભોર જે ભાજપ નેતાનો પુત્રએ બુથ કેપ્ચરીંગ કર્યાની ઘટનાએ ચૂંટણીં પંચને દોડતું કર્યુ હતું. ત્યારે હવે દાહોદ લોકસભામાં બુથ કેપ્ચરિંગ અંગે ચૂંટણી પંચે ફરીથી મતદાન કરાવાનો નિર્ણય લીધો છે. મહીસાગરના પરથમપુરા બુથ પર પુનઃ મતદાન યોજાશે.
11 મેના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાન કરાવામાં આવશે. બુથ કેપ્ચરિંગની ઘટના સંદર્ભે ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે.
ચૂંટણી પંચે દિલ્હી મુખ્ય ચૂંટણી કમિશનરને રિપોર્ટ મોકલી માર્ગદર્શન માંગવામાં આવ્યુ હતું. મતદાન મથકનું ફરી રી-પોલ કરવું કે નહીં એ અંગે પણ દિલ્હી ચૂંટણી કમિશનરના માર્ગદર્શન બાદ નિર્ણય લેવાયો હતો.
ભાજપ નેતાના પુત્રએ EVM કેપ્ચરીંગ કર્યુ
ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને બોગસ વોટિંગ કરીને વીડિયો વાઈરલ કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવારે કલેક્ટરને આંગે ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો. એટલું જ નહીં વિજય ભાભોરે મતદાન મથક પરથી જ તેમના સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આખી ઘટનાનો વીડિયો લાઈવ કર્યો હતો. આ વીડિયોમાં વિજય ભાભોર કહી રહ્યો છે કે ‘5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.
ચૂંટણી પંચના આદેશ આવકાર્યો છે: મનીષ દોશી
ચૂટણી પંચના આદેશ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ચૂંટણી પંચના આદેશને આવકાર્યો છે. પણ આવું આ એકજ જગ્યાએ નહતું થયું, રાજ્યના અન્ય કેટલાય સ્થળે ગેરરીતિ થઇ હતી. અમે તમામ મામલે ફરિયાદ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી થઇ નથી.