IFFCOની ચૂટણીમાં ભાજપના મેન્ડેટ સામે પડીને રાદડીયાએ શાનદાર જીત હાંસલ કરી

In the IFFCO polls, Raddia won

દિલ્હીમાં ઇફ્કોની યોજાલી ચૂંટણીમાં જયેશ રાદડિયાને બીપીન પટેલની સામે 113 મત સાથે વિજય થયા

ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકો (IFFCO) ની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડીયાને પક્ષના મેન્ડેટ સામે પડીને ચૂંટણી લડવી ફળી છે. જયેશ રાદડીયાનો 113 મત મેળવતા વિજય થયો છે. IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન યોજાયો હતો. સહકારી આગેવાન સાથે જયેશ રાદડિયા 100 થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને લઈને દિલ્હીમાં પહોંચ્યા હતા. પરંતુ જયેશ રાદડિયાને 113 જેટલા મત મળ્યા છે.

જયેશ રાદડિયા રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે જ્યારે બિપીન પટેલ સહકારી ક્ષેત્રના પ્રમુખ છે. કોંગ્રેસ સમર્થિત વિજય ઝટકિયાએ ઈફ્કો ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણી માટે 9મી મેના રોજ મતદાન થયુ હતું જેનું પરિણામ આવી ગયુ છે.

IFFCOની ચૂંટણીમાં કુલ 182 મતદારો છે. જેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ ધરાવતું રાજકોટમાં 68 મત છે. ભાજપના સમર્થનથી લડી રહેલા બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા સામે રાદડીયાએ ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. મતદાન બાદ આજે સાંજે 4 વાગ્યે પરિણામ જાહેર થયું હતું. મતદાન દરમિયાન ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી સાથે જયેશ રાદડિયા, મોહન કુંડારિયા સહિતના જોવા મળ્યા હતા. રાદડિયાએ ભાજપના સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જ્યેશ રાદડિયાએ 113 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે તેના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. તેમજ હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફ્ફકોના ચેરમન તરીકે બિનહરિફ થશે

રાદડિયા સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતાઓમાં તરીકે ઓળખાય છે. અગાઉ ગુજરાતમાં તેઓ મંત્રી બનશે તેવી ચર્ચા હતી, પરંતુ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તેમને સ્થાન ન મળતાં લોકસભાની ચૂંટણી લડવાની ચર્ચા ચાલી હતી, પરંતુ પાર્ટીએ પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા હતા. આવી સ્થિતિમાં, જ્યાં એક તરફ રાદડિયા માંડવિયા માટે પ્રચાર કરતા રહ્યા, તો બીજી તરફ તેઓ ઇફ્કોની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધમાં ઊભા રહ્યા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ છે. આ વિભાગના કેન્દ્રમાં મંત્રી અમિત શાહ છે, તેથી આ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાદડિયા અગાઉ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જયેશ રાદડિયાની જેમ પંકજ પટેલ પણ ભાજપના નેતા છે.