સુરત મૌલવીની ધરપકડ બાદ તપાસ તેજ, NIA અને ATSની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
મૌલવી પાસેથી જે કાઈ વિગતો મળી રહી છે તેનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યા છે
હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા મૌલાના સોહેલ અબુબકરની છેલ્લા બે દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મૌલાનાને છોડવવા વાતચીતની ઓડિયો ક્લીપ સામે આવી હતી તે ઓડિયો ક્લિપ વાયરલ અંગે પોલીસ મોટો ખુલાસો કરી શકે છે.
હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા કામરેજના કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બક્કલ ટીમોલને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતની ચોક બજારમાથી મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી અને મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આરોપી મોલવીના 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મહંમદ સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળની શેહનાઝ નામની વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા થકી સતત સંપર્કમાં હતો. મૌલવી અબુબકર હિન્દુ નેતાઓને ધમકી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
પકડાયેલા મૌલાના સોહેલ અબુબકરની છેલ્લા બે દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન અને સેન્ટ્રલ IBની ટીમ પણ જોડાઈ હતી .આ તપાસ એજન્સીઓએ મૌલવીના કઠોર ખાતેના તેના ઘરે તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો ત્યાં લગભગ એકથી દોઢ કલાક તપાસ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. અન્ય એજન્સીઓ સાથે મળીને મૌલવીનું સોશ્યલ એકાઉન્ટ, કેવી રીતે લોગઇન થતો હતો અન્ય કોણ કોણ તેની સાથે જોડાયેલા છે વગેરેની તપાસ ચાલી રહી છે. તપાસમાં જે કઇ પણ બાબત આવશે તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. મૌલવી પાસે જે જે સંદિગ્ધ કડીઓ હાથ લાગી છે અને તપાસમાં જે દસ્તાવેજો હાથ લાગ્યા છે તેના પરથી કહી શકાય કે લગભગ 20 જેટલા લોકો મૌલવી કનેકશનના કારણે રડાર પર છે. ત્યારે વધુ કેટલાંક નેતાઓની સોપારી લેવાઇ હોવાનું સામે આવ્યું છે અને ઓડિયો ક્લિપ વાયરલ અંગે આજે સાંજે પોલીસ મોટો ખુલાસો કરી શકે છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં હિન્દૂ સંઘના નેતાઓને મારવાના પ્લાનના મામલામાં હવે મોટા ખુલાસા થઇ શકે છે. NIA અને ATS દ્વારા મૌલવીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ અને પૂછપરછ દરમિયાન વધુ કેટલાક નેતાઓની સોપારી લેવાઇ હોવાની વાત સામે આવી છે તો વધુ કેટલાક હિન્દુવાદી નેતાઓના ફોટોગ્રાફ મળી આવ્યા છે. મૌલવીને છોડાવાના પ્રયાસનો ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો તે અંગે આજે સાંજે પોલીસ મોટો ખુલાસો કરી શકે છે.