માફી માગું છું મારી ભૂલના લીધે ક્ષત્રિય સમાજને ઉજ્વલિત થવાનું કારણ બન્યું, ક્ષત્રિય વિરુદ્ધ નિવેદના કારણે ચૂટણીમાં ખૂબ મોટા વમળો પણ સર્જાયા
ગઇકાલે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં લોકસભાના ત્રીજા તબક્કાનો મતદાન પૂર્ણ થયું છે ત્યારે ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પુરી થઇ ચૂકી છે. લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મોટી પ્રતિક્રિયા સામે આવી છે. મારા 40 વર્ષના જાહેર જીનવની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં ચૂટણી લડ્યો મારે તમારા બધા બચ્ચે એકદમ નિખાલસથી એકરાર કરવો છે કે, મારી સમગ્ર કારકિર્દીના દોરની સૌથી કઠીન સમયમાં પસાર થયો છું.
આ ધટનાનું કેન્દ્રબિંદુનું કારણ ‘હું’
ક્ષત્રિય વિરુદ્ધ નિવેદના કારણે ચૂટણીમાં ખૂબ મોટા વમળો સર્જાયા અને મારી ભૂલથી.. મારાથી ભૂલ થઈ.. એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉજ્વલિત થવાનું નિમિત બન્યું કારણ બન્યું. પણ આખી ધટનાનું કેન્દ્રબિંદુનું કારણ હું જ હતો, પણ થયું એવું કે એમાં આખી પાર્ટી પણ લપેટાઈ અમારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટ દાયક છે.
મારા વક્તવ્યો પાર્ટી માટે એસેટ હતા
મારા વક્તવ્યો મારી પાર્ટી માટે એસેટ (પ્રોત્સાહિત) હતા. મારું વક્તવ્ય સમગ્ર ભાજપ પાર્ટીને મુશ્કેલીમાં મુકનારું થયું તેની જબાબદારી હુ સ્વીકારું છું. ‘હું પણ માણસ છું માણસ માત્ર ભુલને પાત્ર’ મેં તો ચૂટણી પૂર્વે સહજતાથી માફી પણ માંગી લીધી હતી ક્ષત્રિય સમાજ વચ્ચે જઈને પણ માફી માંગી હતી
ચૂટણી પત્યાબાદ ફરી રૂપાલાએ માફી માંગી
હવે મતદાનની પ્રક્રિયા પુર્ણ થઈ છે. મતવાળો પ્રશ્ર્ન કે રાજકારણ વાળો કોઈ વિષય રહ્યો નથી. ‘હુ પરશોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરતા તરીકે ક્ષત્રિય સમાજના લોકોની લાગણી દુભાઈ છે મારા વતી જે બદલ ફરીવાર એકવાર આજે નમ્રતા પુર્વક માફી માગું છું સમ્રહ ક્ષત્રિય સમાજને અને માતૃશક્તિને પણ વિનંતી કરું છું. આ નિવેદ મારું રાજનીતી પ્રેરિત નથી.
દેશના વડાપ્રધાન મોદી સાહેબને પણ આ ધટનાના કારણે સાંભળ્યું પડ્યું હશે. એમને પણ મારા લીધે પીડા થઈ હશે.