ભાજપ નેતાના પુત્રએ દારુપીને ઈવીએમ મારા બાપનું કહિને લોકશાહિનું હન્ન કરતો વિડિયો વાઈરલ
ગઈકાલે ગુજરાતની 25 લોકસભાની બેઠકો પર મતદાન થયો હતો. જે 25 બેઠકમાંથી એક દાહોદ બેઠક પરના મતવિસ્તાર મહીસાગરના સંતરાપુર તાલુકાના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસની ધટના સામે આવી હતી. જે આ ધટના ઇન્સ્ટાગ્રામ ઉપર બૂથ કેપ્ચરીંગ લાઈવ કરવામાં આવ્યું હતો.
ભાજપ નેતાના પુત્રએ EVM કેપ્ચરીંગ કર્યુ
ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને બોગસ વોટિંગ કર્યાનો આરોપ. વીડિયો વાઈરલ થતા કોંગ્રેસ ઉમેદવારે કરી કલેક્ટરને ફરિયાદ. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે.
એટલું જ નહીં વિજય ભાભોરે મતદાન મથક પરથી જ તેમના સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આખી ઘટનાનો વીડિયો લાઈવ કર્યો હતો. આ વીડિયોમાં વિજય ભાભોર કહી રહ્યો છે કે ‘5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.’
લોકશાહિનું હન્ન કરતો વિડિયો વાઈરલ
‘ગુજરાતમાં બિહારવાડી’, લોકશાહિને હન્ન કરતી ધટના દાહોદ લોકસભા બેઠકના મહીસાગરના સંતરાપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપના નેતાના પુત્રએ બૂથ અધકારીઓને ડરાવી ધમકાવીને ઈવીએમ કેપ્ચર કરીને બોગસ મતદાન કરતા વિડિયો વાઈરલ કર્યો હતો જે વિડિયોમાં વિજય ભાભોરે દારુ પીને અભદ્ર ભાષનો ઉપયોગ કર્યું હતું.
કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. વિજય ભાભોરે EVM પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી. સમગ્ર વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી લાખો લોકોએ આ બુથ કેપ્ચરીંગની આ ઘટના લાઈવ નિહાળી હતી.
કોંગ્રેસે કરી કલેક્ટરને ફરીયાદ
કોંગ્રેસ ઉમેદવાર ડો પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને આ અંગે ફરિયાદ કરી છે. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદમાં બૂથના વાયરલ વાડિયા મામલે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે. આરોપી યુવકની ધરપકડની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે.