બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પ્રહાર, ‘બંઘારણ રહેશે તો સમાન અધિકાર મળશે’

Priyanka Gandhi's attack in Lakhani

બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી ભાજપ પર ગરજ્યા , ભાજપે છેલ્લા 10 વર્ષમાં નફરતના બીજ વાવ્યા

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે  ત્યારે આજે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રિયંકા ગાંધીએ લાખણીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

પ્રિયંકા ગાંધીની ચૂંટણી પ્રચાર સભામાં ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, કાંતિભાઈ ખરાડી જેવા કોંગ્રેસ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો હાજર રહ્યા હતા.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી

લાખણીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ ચૂંટણી પ્રચારમાં પ્રિયંકા ગાંધીએ એક જનસભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ આ જનસભા સંબોધન દરમિયાન ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા. જેમાં તેમણે નરેન્દ્ર મોદીને શહેનશાહ કહીને કટાક્ષ કર્યો છે કહ્યુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતથી દૂર ન થયા હોત તો અહીંથી ચૂંટણી કેમ નથી લડતા? શા માટે તેઓ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમજ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રહેલા મુદ્દાઓનું વર્ણન કર્યુ હતું.

સંવિધાન પર પ્રિયંકા ગાંધી શું બોલ્યા

બનાસકાંઠાના લાખણીની જનસભામાં પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યુ કે ‘બંધારણ રહેશે તો સમાન અધિકાર મળશે’ ‘તમને બંધારણમાંથી અધિકારો મળે છે. સૌથી મોટો અધિકાર મત આપવાનો છે. અનામતની સાથે સાથે બંધારણે નાગરિકોને પ્રશ્ન કરવાનો અને આંદોલન કરવાનો પણ અધિકાર આપ્યો છે તેથી જ્યારે ભાજપના લોકો કહે છે કે બંધારણ બદલાશે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ભાજપ બંધારણમાં અપાયેલા અધિકારને ઓછા કરવા માગે છે. તેવા પ્રહાર પ્રિયંકા ગાંધીએ કર્યા છે.

બેરોજગારો મુદ્દો ઉઠાવ્યો

દેશના બેરોજગારો માટે સંવેદના પ્રગટ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓની મોંઘીદાટ ફી ભરવી પડી રહી છે. સમગ્ર દેશમાં આજે પેપર લીક થાય છે. ભરતીની પરીક્ષા બાદ વર્ષો સુધી રોજગારીની રાહ જોવી પડી રહી છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા છે. કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ ખાલી છે. આઉટ સોર્સિંગ,કોન્ટ્રાક્ટ પર રોજગાર આપવામાં આવી રહ્યો છે.અગ્નિવીર યોજનાથી યુવાનો સેનામાં જતા નથી. અમારી સરકાર આવશે તો અમે 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું. સ્નાતક યુવાનો માટે એપ્રેટિસ પ્રોજેક્ટ લાવીશું. નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપીશું. સરકારી કંપનીઓને પ્રાઈવેટ બનાવવાનો પ્રયાસ કરાયો છે. ખાનગીકરણથી અનામત મળતું નથી.

ગાંધીજી અને સરરદાર સાહેબના વખાણ કર્યા

વિશ્વના મહાન વ્યક્તિત્વ એવા મહાત્મા ગાંધીજીનો જન્મ ગુજરાતની ધરતીમાં થયો હતો. સરદાર પટેલ, વીર રણછોડ રબારી સહિત અનેક મહાપુરુષોનો જન્મ અહીં થયો હતો. દેશના અનેક મહાપુરુષોએ આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. દેશને આઝાદ કર્યો અને બંધારણ આપ્યું. તેથી આપણે બધાએ બંધારણનું મહત્વ સમજવું પડશે. પ્રિયંકા ગાંધી

ક્ષત્રિય મહિલાઓને લઈને રુપાલા પર પ્રહાર

પ્રિયંકા ગાંધીએ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ મુદ્દે પણ ભાજપ પર વાકપ્રહાર કર્યા હતા અને સવાલો પણ કર્યા હતા.પ્રિયંકાએ કહ્યું કે અહિં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન થયું છે, પણ PM મોદીએ શું ઉમેદવારને હટાવ્યા ? તમારી માગ ખાલી તે ઉમેદવારને હટાવવાની હતી, પણ તેને ન હટાવ્યાં. હું વચન આપું છું કે જો અમારી સરકાર બની તો દેશભરમાં અમે તમારી વાતને રજૂ કરશું અને આ પ્રકારનું અપમાન અમે નહીં થવા દઈએ.

ભાજપ 10 વર્ષનો હિસાબ આપે

સભામાં પ્રિયંકાએ ભાજપની કામગીરી અને નેતિકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ભાજપે 10 વર્ષમાં શું કર્યુ તેનો જવાબ આપે. છેલ્લા 10 વર્ષમાં ભાજપે જનતાની વચ્ચે નફરતના બીજ વાવ્યા છે.

શહેઝાદા 4000 કિ.મી. પગપાળા ચાલ્યા

ભાજપ મારા ભાઈને એ શહેઝાદા કહે છે પણ શહેઝાદા 4000 કિ.મી. પગપાળા ચાલ્યા છે. ખેડૂતો, શ્રમિકો, બહેનોના હાલચાલ પૂછ્યા છે. મોંઘવારીથી જનતા પરેશાન છે. ખેતીના દરેક સામાન પર GST લાગે છે. જે અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવી દેવામાં આવે છે.

પ્રિયંકાએ પીએમને લીધા નિશાને

પ્રિયંકાએ પીએમ મોદીને નિશાન સાધતા કહ્યું કે આપણા વડીલોને જોઇને આપણે સભ્યતા છીએ પરંતુ પીએમ મોદીને જોતાં શું શીખવું. એ તો તદ્દન જુઠ્ઠું જ બોલતા રહે છે. દેશના વડાપ્રધાનને આવી વાતો નથી શોભતી. કોંગ્રેસ પર ભેંસ છીનવી લેવાનો આરોપ મૂકો છો. આ જુઠ્ઠાણું છે. તમે બતાવો કે છેલ્લાં 55 વર્ષોમાં અમે કોની ભેંસ છીનવી લીધી કોંગ્રેસે.

ગેનીબેનને જંગી બહુમતિથી જીતાડજો

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્ટેજ પરથી એવા ભાષણ કરે છે કે તમારે સ્થાનિક ઉમેદવારને નહિ પણ નરેન્દ્ર મોદીને મત આપવાનો છે. શું આ યોગ્ય છે? તેથી જ 7મી તારીખે તમારી બહેન અને દીકરી એવી મને-ગેનીબેન ઠાકોરને જંગી બહુમતિથી જીતાડજો