સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો હાજર ન રહેતા કુંભાણી ફોર્મ રદ થયુ હતુ જે બાદથી કુંભાણી પોતાના ઘરેથી ગાયબ હતા
સુરત કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયા બાદ નાસ્તા ફરી રહ્યા હતા. પોતાના ટેકેદારો સાથે મળીને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ તરીકે જીતાડવા હાથ મિલાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જોકે ઉમેદવારી ફોર્મ રદ થયા બાદથી જ નિલેશ કુંભાણી પોતાના ઘરે ભાગીગયા હતા અને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો કોંગ્રેસ દ્વારા તેમના પર લોકશાહીના ગદ્દાર હોવાનો આરોપ લગાવતા પોસ્ટર્સ પણ સુરતમાં લાગ્યા છે. તેઓ કોઈપણ જગ્યાએ કોઈ પ્રસંગમાં હાજરી આપી રહ્યા નથી અને મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા નથી. પોતાનું ઉમેદવારીપત્ર રદ થયા બાદ કલેક્ટર કચેરીથી નીકળીને ક્યાં ગયા છે. જોકે, ગઈકાલે નિલેશ કુંભાણી સુરતમાં આવી ગયા હોવાની વાત વહેતી થઈ હતી.
શું છે સમગ્ર મામલો?
સુરત લોકસભા ચૂંટણીની ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નિલેષ કુંભાણીના ફોર્મમાં મોટી ખામી આવી હતી. જેમાં કુંભાણીના ટેકેદારો અને તેમની સહિ અયોગ્ય ઠરી હતી જે બાદ કાર્યવાહી થઈ હતી અને કલેક્ટર કચેરીએ તપાસ માટે બોલાવામાં આવ્યા હતા જે બાદ એક દિવસનો સમય પણ કુંભાણીને આપવામાં આવ્યો હતો. તેમ છત્તા કુંભાણી તેમના ટેકેદારોને હાજર કરી શક્યા ન હતા અને અંતે ફોર્મ રદ થયુ હતુ. જે બાદથી કુંભાણી ભુગર્ભમાં ઉતરી ગયેલા હતા.
કુંભાણી ઘરે આવી ગયા
ભુગર્ભમાં ઉતરી ગયેલા નિલેશ કુંભાણી સુરતમાં અચાનક તેમના ઘરે પહોંચ્યા છે, વિરોધ થવાના ડર થી કુભાણીના ઘેર પાસે પોલીસ ગોઠવાઈ છે. ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ નિલેશ કુંભાણી પોતાના ઘરે પહોચ્યા છે. પહેલા કુંભાણીએ કહ્યુ હતું કે હું મિડીયા સાથે વાત કરવા માગું છું. પરંતું હવે તઓ મિડીયા સાથે વાત કરવા માંગતા નથી. રાત્રે ઘરે આવ્યા ત્યારે તેમની સાથે પોલીસ પણ સાથે હતી. પરેતું તબિયત સારી ન હોવાનું કહિને ફરથી ભાગી ગયા હતા.