કોંગ્રેસના ચૂટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ, યુક્રેનમાં પાકિસ્તાનના લોકો ભારતનો તિરંગો દેખાડતા હતા: PM મોદી

Imprint of Muslim League in Congress manifesto

કલમ 370 હટાવી, સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ, આણંદ અને ખેડા ચૂંટણીમાં રેકોર્ડ તોડશે

આણંદ અને ખેડા બંન્ને લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતમાં આવ્યા છે તેમનો પ્રવાસનો બીજો દિવસ છે. ગઈ કાલે ઉત્તર ગુજરાતમાં પીએમ મોદીએ પ્રચંડ પ્રચાર કર્યો હતો ત્યારે આજે તેઓ ચરોતર અને સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવાના છે. આજે પીએમ મોદીની 4 સભા છે જેમાં આણંદ, વઠવાણ, જૂનાગઢ અને જામનગરમાં PM મોદી સભા સંબોધશે. ત્યારે આણંદમાં પીએમ મોદી સભાને સંબોધિત કરી હતી. કહ્યું કે મુખ્યમંત્રી તરીકે ઘણા વર્ષો સુધી આપની સેવા કરી છે. આણંદમાં આજે કેસરિયા સાગર જેવો માહોલ છે. ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા રેકોર્ડ તોડશે. સરદાર સાહેબની ભૂમિમાં જે શીખ્યો તે મને કામ લાગે છે.

શાસ્ત્રી મેદાનમાં PMની સભા

આણંદના વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં વડારપ્રઘાન મોદીની જાહેર સભા યોજાઈ હતી. અહીં તેઓ આણંદ અને ખેડા બેઠકના ઉમેદવારો માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે. જે બાદ તેઓ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

યુક્રેનમાં પાકિસ્તાનના લોકો પણ ભારતનો તિરંગો દેખાડતા

દેશના પીએમ મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીએ ફક્ત મોદીને રોજ અપશબ્દો બોલે છે. તે સમાજમાં લડાઈ કરાવવા માંગે છે. કૉંગ્રેસ આજે ફેક ફેક્ટરી બની ગઈ છે. કૉંગ્રેસ જુઠ્ઠનો સામાન વહેંચવા લાગી છે.

યુક્રેનમાં પાકિસ્તાનના લોકો પણ ભારતનો તિરંગો દેખાડતા હતા. કૉંગ્રેસનાચૂટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ છે. અમે 25 કરોડને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છીએ. કૉંગ્રેસ દરેક ચૂંટણીમાં ગરીબના નામે ખેલ કરતી હતી.

સરદાર સાહેબના વખાણ

વડાપ્રધાન આણંદ ખાતે જનસભા સંબોધતા કહ્યુ કે, આઝાદીના 100 વર્ષે ભારત વિકસિત ભારત હોવુ જોઇએ. આણંદ-ખેડાવાળાને સમજાવવુ નહીં પડે કે વિકસિત ગુજરાત કેવુ હશે, કેમ કે તેમણે આખી દુનિયા જોયેલી છે. તેમણે કહ્યુ કે 140 કરોડ જનતાના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે. વધુમાં તેમને કહ્યુ કે, સરદાર પટેલ જલ્દી જતા રહ્યા, જેના કારણે દેશને ખૂબ નુકસાન થયુ. હવે સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ.

કલમ 370

કૉંગ્રેસના શહેઝાદા બંધારણ માથા પર રાખી નાચી રહ્યા છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને સરદાર સાહેબનું સપનું પુર્ણ કર્યુ છે. PM મોદીના પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કર્યા પાકિસ્તાનનું આજે ટાયર પંચર થઈ ગયુ છે. આતંકી એક્સપોર્ટ કરનાર આજે લોટ માટે તરસી રહ્યો છે. જેના હાથમાં બોમ્બ હતા, તેના હાથમાં આજે કટોરો છે. અમે આતંકીઓને ઘરમાં ઘૂસીને મારીએ છીએ. અહીં કૉંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડી રહ્યું છે. કૉંગ્રેસ માટે હવે પાક.નેતા દુઆ કરી રહ્યા છે. પાકિસ્તાન અને કૉંગ્રેસની પાર્ટનરશીપ ખુલ્લી પડી ગઈ છે. દુશ્મનોને આજે ભારતમાં મજબૂત નહીં, કમજોર સરકાર જોઈએ છે. કૉંગ્રેસના શહેઝાદાને PM બનાવવા પાક. પ્રાર્થના કરી રહ્યું છે.

આણંદ અને ખેડા તમામ રેકોર્ડ તોડશે

હું ઘણા વર્ષોથી ગુજરાતમાં કામ કરી રહ્યો છું.. આ ચૂંટણીમાં આણંદ અને ખેડા તમામ રેકોર્ડ તોડી નાખશે. 2014માં તમે મને દેશની સેવા કરવા મોકલ્યો હતો. દેશની અર્થ વ્યવસ્થાને લઈને કહ્યુ કે, 10 વર્ષમાં એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી ટોપ 5માં નંબરે પહોંચાડી છે. કોંગ્રેસના રાજમાં સંવિધાન સાથે ભાતિ ભાતિના ખીલવાડ થયા છે.