સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનાર આરોપી અનુજ થાપેએ આત્મહત્યા કરી

Anuj-Thapan-dies-by-suicide

પોલીસના આ નિવેદન પર આરોપીના ભાઇએ લગાવ્યો પોલીસ પર આરોપ

સલમાન ખાનના ઘરે થયેલા ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપનનું આત્મહત્યાના પ્રયાસ બાદ કસ્ટડીમાં મૃત્યુ થયું

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપનના પરિવારે આરોપ લગાવ્યો છે કે, પોલીસે તેની હત્યા કરી છે. ગયા બુધવારે મુંબઈ પોલીસે પુષ્ટિ કરી હતી કે, તેણે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી. મૃતક આરોપીના ભાઈ અભિષેક થાપને કહ્યું કે, અનુજ આત્મહત્યા કરી શકે નહીં. તેણે ‘ન્યાય’ની માંગણી કરી. અભિષેક થાપને ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું, ‘અનુજને 6-7 દિવસ પહેલા મુંબઈ પોલીસ સંગરુરથી લઈ ગઈ હતી. 1લી મેના રોજ અમને ફોન આવ્યો કે, અનુજે આત્મહત્યા કરી લીધી છે. તે આત્મહત્યા કરનારો ન હતો. પોલીસે તેની હત્યા કરી નાખી છે. અમને ન્યાય જોઈએ છે. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરતો હતો.

પોલીસ પંચાયતને જાણ કર્યા વિના લઈ ગઈ

ગામના સરપંચ મનોજ ગોદરાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ‘આ મામલો શરૂઆતથી જ શંકાસ્પદ છે. પરિવારમાં બે ભાઈઓ, એક બહેન અને એક માતા હતી. તેના પિતા ત્યાં ન હતા. અનુજ ટ્રક ડ્રાઈવરના હેલ્પર તરીકે કામ કરતો હતો. મુંબઈ પોલીસ તેને પંચાયતને જાણ કર્યા વિના લઈ ગઈ હતી. 1-2 દિવસ પછી જ પરિવારને જાણ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં કેટલી સુરક્ષા હોય છે તે આપણે બધા જાણીએ છીએ.

આરોપીની હત્યા કરી અને કેસ આત્મહત્યાનો બનાવ્યો

સુપરસ્ટાર સલમાન ખાન છે તો બીજી તરફ મજૂરો છે. દબાણ હેઠળ, તેઓએ આરોપીની હત્યા કરી અને તેને આત્મહત્યા જેવો બનાવ્યો. અગાઉના દિવસે, મુંબઈ પોલીસે અહેવાલ આપ્યો હતો કે, થાપને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને લોક-અપની અંદર ફાંસી લગાવી લીધી હતી. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં તે હથિયાર સપ્લાય કરનારાઓમાંનો એક હતો. પોલીસે કહ્યું કે, રાજ્યની CID અનુજ થાપનના આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. સરપંચની માંગ છે કે, અનુજ થાપનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મુંબઈની બહાર કરવામાં આવે.