મોદીજીના જણાવ્યા રસ્તા પર ચાલુ અને દેશ માટે મદદરૂપ બનુ. અમિત શાહજીના નેતૃત્વમાં આગળ વધુ. આ બધા માટે તમારો સાથ અને આશીર્વાદ જોઇશે જેથી હું જે પણ કરું, તે યોગ્ય અને સારી રીતે કરી શકું.
Rupali Ganguly joins BJP: ‘અનુપમા’થી શોથી ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચનાં અભિનેત્રી બનેલા રૂપાલી ગાંગુલી પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતા બન્યાં છે. ટીવી શો ‘અનુપમા’એ રુપાલી ગાંગુલીને ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી બનાવી દીધી છે. કોરોના કાળમાં આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા અને સૌથી વધુ જોવાયેલો શો પણ બન્યો હતો. જયારે હવે આ શો સૌથી વધુ લોકપ્રિય છે. આ શોના કારણે રૂપાલી ગાંગુલી ચર્ચામાં રહે છે, પણ તેની ચર્ચામાં આવવાનું કારણે છે તેમનો રાજકારણમાં પ્રવેશ. રુપાલી ગાંગુલી આજે વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ સાથે જ ફિલ્મ ડાયરેક્ટર અમય જોશીએ પણ કેસરિયો ધારણ કર્યો છે.
દિલ્હી હેડક્વાર્ટરમાં રુપાલી ગાંગુલી આજે વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભાજપામાં જોડાયા છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે મહાકાલ અને માતારાનીના આશીર્વાદથી હું કળાના માધ્યમથી હું ઘણા લોકોને મળુ છું. જ્યારે હું વિકાસના આ ‘મહા યજ્ઞ’ને જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું પણ કેમ આમાં સહભાગી ન બનુ. મોદીજીના જણાવ્યા રસ્તા પર ચાલુ અને દેશ માટે મદદરૂપ બનુ. અમિત શાહજીના નેતૃત્વમાં આગળ વધુ. આ બધા માટે તમારો સાથ અને આશીર્વાદ જોઇશે જેથી હું જે પણ કરું, તે યોગ્ય અને સારી રીતે કરી શકું.
મોદીજી એક એવુ વ્યક્તિત્વ છે જે બધાંને સાથે રાખે છે. જે લોકો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે તે બધાંને તે સાથે લઈને આવે છે. તેમની કામ કરવાની રીત, તેમની પર્સનાલિટી, તેઓ કઈ રીતે વિકાસ તરફ ભારતને લઈ ગયા છે. તે બધું જોઈએ દરેક ભારતીયોને એમ જ લાગે છે કે કાશ, હું પણ મોદીજીની સેનામાં સામેલ થઈ જઉં. હું પણ મારા તરફથી આપણાં દેશ માટે કંઈને કઈંક કરું. હું આવું જ ફીલ કરું છું, તેથી સામેલ થઈ ગઈ.
રુપાલી ગાંગુલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ફેન છે. તે આ અંગે અનેક વખત વાત કરી ચુકી છે. થોડા સમય પહેલાં જ રુપાલીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પણ કરી હતી. રુપાલીએ જણાવ્યું હતું કે- મારા માટે મારા વડાપ્રધાન એક સ્ટાર છે, જેઓ દેશને એક નવી ઉંચાઈએ લઈને જઈ રહ્યાં છે. આજે હું ગર્વથી જણાવું છું કે હું મોદીજીના દેશની છું. તેઓ મારા હીરો છે. જ્યારે મને વોકલ ફોર લોકલ અભિયાનમાં જોડાવવાની તક મળી તો હું ઘણી જ થ્રિલ્ડ હતી. જે વસ્તુમાં તેમનો એટલો વિશ્વાસ છે તેમની સાથે જોડાવવું મારા માટે મોટી વાત હતી. અને તેમના પેજ પર તે વીડિયો શેર કરવો જેમાં અનુપમા છે તે દિવસે તો મને એવું જ લાગ્યું કે મારો જીવ જતો રહ્યો. રૂપાલીએ જણાવ્યું હતું કે તેને આશા છે કે વડાપ્રધાન મોદીએ તેમનો શો જોયો હશે અને તે અંગે સાંભળ્યું હશે. એવું એટલા માટે કે આ શો ગુજરાત બેઝ્ડ છે અને અમદાવાદમાં ઘણો જ પોપ્યુલર છે.
પીએમ મોદી સાથે અભિનેત્રીનું ખાસ કનેક્શન
રૂપાલી ગાંગુલીએ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અનુપમાના પાત્ર માટે કામ કરતી વખતે તેણે પીએમ મોદીની મદદ લીધી હતી. તેણીએ પીએમ મોદીની ગુજરાતી ભાષામાંથી અનુપમાના ઉચ્ચાર શીખ્યા હતા. માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ તેમણે ગુજરાતી ઉચ્ચાર શીખવા માટે પાડોશીની મદદ પણ લીધી હતી. રૂપાલી પીએમ મોદીની મોટી ફેન છે. તાજેતરમાં, અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ શેર કરતી વખતે, પીએમ સાથેની તેની મુલાકાત વિશે જણાવ્યું હતું.
રુપાલી ફિલ્મ ડાયરેક્ટર અનિલ ગાંગુલીની દીકરી છે. એક્ટ્રેસે પોતાના કરિયરની શરુઆત 7 વર્ષની ઉંમરથી કરી હતી. તેણે પહેલો રોલ પોતાના પિતાએ બનાવેલી ફિલ્મ સાહેબમાં મળ્યો હતો. પરંતુ રુપાલીને ઓળખ 2003માં આવેલી ‘સંજીવનીઃ અ મેડિકલ બૂન’ સીરીયલથી મળી હતી. જે બાદ અભિનેત્રીએ બિગ બોસની સીઝનમાં 1માં પણ ભાગ લીધો હતો. રુપાલી સારાભાઈ વર્સિસ સારાભાઈ જેવી હિટ શોમાં પણ કામ કરી ચુકી છે. તેણે 2013માં પરવરિશ સીરીયલ કર્યા બાદ 7 વર્ષનો બ્રેક લીધો હતો. જે બાદ રુપાલીએ અનુપમાથી ટીવીની દુનિયામાં વાપસી કરી.
પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો રુપાલીએ 2013માં બિઝનેસમેન અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા. તેમનો એક પુત્ર પણ છે. રુપાલી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની સાથે સાથે થિયેટર સાથે પણ જોડાયેલી છે. તેણે વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. રુપાલી પહેલાં જણાવી ચુકી છે કે તેના પિતા બેંકરપ્ટ થઈ ગયા હતા, જે બાદ તેણે ઘર ચલાવવા ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો. લક્ઝરી જીવન વિતાવી ચુકેલી રુપાલીને બસ અને રિક્ષાથી ટ્રાવેલ કરવું પડતું હતું. અનેક પ્રોજેક્ટ્સ માત્ર એટલા માટે જ કેમકે ઘરમાં પૈસા આવે. રુપાલી ગાંગુલી હાલ અનુપમા સીરીયલથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. હાલના દિવસોમાંજ એક્ટ્રેસે મુંબઈમાં પોતાનો 47મો જન્મદવિસ ઉજવ્યો હતો.