વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન નહીં કરે, સંકલન સમિતીએ કરી અપીલ

narendra-modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના પ્રચાર મેદાનમાં ઉતરશે; બે દિવસમાં 6 જનસભાઓ ગજવશે
લોકશાહી ઢબે આંદોલન ચલાવવા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજના પ્રમુખની અપીલ

વડાપ્રધાનની સુરક્ષામા જોખમ ઉભુ ના થાય તેનુ ધ્યાન રાખવા પણ કર્યો ઉલ્લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવવાસને લઈને ગુજરાત ક્ષત્રિય -રાજપૂત સમાજની સંકલન સમિતિએ મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીની રેલી સભામા વિરોધ ન કરવા સંકલન સમીતીએ અપીલ કરી છે. વડાપ્રધાનની સભા રેલી સમેલનની દુર રહેવા ક્ષત્રિયોને સંકલન સમિતીએ અપીલ કરવાની સાથે વડાપ્રધાનની સુરક્ષામા જોખમ ઉભુ ના થાય તેનુ ધ્યાન રાખવા પણ ઉલ્લેખ કર્યો છે.

રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની વિવાદીત ટીપ્પણી મામલે ગુજરાતભરમાં દિવસે દિવસે વિરોધ વધુ થઈ રહ્યો છે. તેવામાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. તેમજ જાહેર સભા પણ યોજવાની છે. બે દિવસમાં 6 જનસભાઓ ગજવશે. સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે લોકોને અપીલ કરી છે.

ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. લોકશાહી ઢબે લડત ચાલુ રાખવા અને 7 તારીખ સુધી આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરી છે. જામનગર,મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા આ અપીલ કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં વાતાવરણ ન ડોહળાય તેની તાકાદી કરાઈ છે. વડાપ્રધાનની સુરક્ષામા જોખમ ઉભુ ના થાય તેનુ ધ્યાન રાખવા પણ ઉલ્લેખ કર્યો છે.

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજા-રજવાડાઓ અંગે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રુપાલાએ બે વખત માફી માંગી હોવા છતાં છેલ્લા સવા મહિનાથી ચાલી રહેલું ક્ષત્રિય સમાજનું આંદોલન હવે ખુલ્લેઆમ ભાજપ વિરોધી બની ગયું છે. જેના પગલે માત્ર રુપાલા જ નહીં હવે ભાજપના તમામ ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાના-નાના ગામડાઓમાં પ્રચાર અર્થે પહોંચી રહેલા ભાજપ નેતાઓને વિલા મોંઢે પરત ફરી રહ્યાં છે. આવતીકાલથી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં પ્રચાર અર્થે આવી રહ્યાં હોવાથી રાજપૂત સંકલન સમિતિ દ્વારા સમાજ જોગ સંદેશ જારી કરવામાં આવ્યો છે.

પોતાના સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ઘણાં દિવસથી ગુજરાતના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા આંદોલન ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે, જેની નોંધ દેશભરમાં લેવાય છે. આપણું નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર ‘મત એજ શસ્ત્ર’ના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વક આગળ વધી રહ્યું છે.

આંદોલનના પાર્ટ-2 નીતિ મુજબ, ભાજપ વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને Boycott BJP સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આદોલન ચાલુ રહેશે. જે અંતર્ગત ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં મજબૂત કરીને મતદાન કરી એ મુજબની રણનીતિ યથાવત રહેશે.

સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલ ચર્ચા-વિચારણા મુજબ, હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જેના માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે. આવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા કોઈ કૃત્ય કરશે કે કોઈ હિત શત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાનો કોઈ બદઈરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીચાળો કરે એવી ભીતિ સેવાઈ રહી છે.

વડાપ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી. તેમજ PM મોદીની સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં. આ માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે, વડાપ્રધાનની ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથીથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા સમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100% મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધૈર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારીતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી.