મહેન્દ્ર સિંહ ધોની બન્યો IPLના ઈતિહાસમાં 150 જીતનો હિસ્સો બનનાર પ્રથમ ખેલાડી

ms.dhoni-150Victory

મહેન્દ્ર સિંહ ધોનીએ તે કર્યું જે અત્યાર સુધી કોઈ અન્ય ખેલાડી IPL 2024માં કરી શક્યું નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ધોનીના ઐતિહાસિક રેકોર્ડથી ઘણા દૂર છે.

IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 78 રનથી જીત મેળવી હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એમ. એસ. ધોનીએ 2 બોલમાં અણનમ રહીને 5 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત સાથે ધોનીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ધોનીએ આ મેચમા ઈતિહાસ રચીને IPLનો એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે આજ સુધી કોઈ ખેલાડી કરી શક્યા નથી. ધોની IPLના ઈતિહાસમાં 150 મેચ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 

મહેન્દ્ર સિંહ ધોની IPLના ઈતિહાસમાં 150 જીતનો હિસ્સો બનનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નાઈની જીત થયા બાદ મહેન્દ્ર સિંહ ધોની એક ખેલાડી તરીકે આઈપીએલમાં 150મી જીતનો હિસ્સો બની ગયો છે. આઈપીએલમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે અત્યાર સુધી કોઈ ખેલાડી એમએસ ધોની સુધી પહોંચી શક્યો નથી. એમએસ ધોનીએ આઈપીએલમાં અત્યાર સુધી 259 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 135 જીત અને રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ માટે 15 જીતનો હિસ્સોબન્યો હતો. એમએસ ધોની પણ આઈપીએલના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.  નોંધનીય છે કે ચેન્નાઈની ટીમ પર 2016 અને 2017 દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના કારણે ધોની રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટનો હિસ્સો બન્યો હતો.

સૌથી વધુ આઈપીએલ મેચ જીતનારા ખેલાડીઓ

ખેલાડીનું નામજીતેલી મેચ
MS ધોની150 મેચ જીત
રવીન્દ્ર જાડેજા133 મેચ જીત
રોહિત શર્મા133 મેચ જીત
દિનેશ કાર્તિક125 મેચ જીત
સુરેશ રૈના125 મેચ જીત

IPL 2024માં ધોની હજુ સુધી અણનમ

IPL 2024માં એમએસ ધોની હજુ સુધી સુધી અણનમ રહ્યો છે. કોઈ બોલર તેની વિકેટ નથી લઈ શક્યો. ધોનીએ અત્યાર સુધી સાત ઈનિંગ્સમાં બેટિંગ કરી છે જેમાં તેણે 259.46ના સ્ટ્રાઈક રેટથી 96 રન બનાવ્યા છે. આઈપીએલ 2024માં ધોનીનો હાઈસ્કોર 16 બોલમાં 36 રન છે, જે તેણે દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. શું બાકીની મેચોમાં કોઈ તેને આઉટ કરી શકશે કે પછી આખી સિઝનમાં તે અણનમ રહેશે તે જોવાનું રસપ્રદ રહેશે.