અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ બંને આગેવાનએ થોડાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બન્ને પાર્ટીઓને ઘણા મોટા નેતાઓના ફટકાઓ પડ્યા છે પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાના લીધે. ત્યારે એક મોટા બીજા સમાચાર સામે આવ્યા છે કે, આપમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પાસ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા હવે ભાજપમાં જોડાશે. ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી છે. જેમાં આવતી કાલે એટલે શનિવારે આ બંન્ને પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાશે તેવું લખવામાં આવ્યુ છે.
પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે. આમ આદમી પાર્ટીના ચિહ્ન પર વરાછા અને ઓલપાડ બેઠક પર ચૂંટણી લડી ચૂકેલા કથીરિયા અને માલવિયા સી.આર.પાટીલની હાજરીમાં આવતીકાલે ભાજપમાં સામેલ થશે.
શનિવારે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સુરત ખાતે ભાજપમાં જોડાશે. આ પ્રસંગમાં સુરતના લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ, નિરંજન ઝાંઝમેરા, પ્રફુલ પાનશેરીયા, મુકેશ પટેલ અને દક્ષેશ માવાણી પણ હાજર રહેશે.
અલ્પેશ કથીરિયા 2022માં સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તે સમયે ભાજપના કુમાર કાનાણી સામે હાર મળી હતી. બીજી તરફ ધાર્મિક માલવિયાની ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ સામે વિધાસભા ચૂંટણીમાં હાર થઈ હતી. આ બન્ને નેતાઓએ હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે સ્પષ્ટતા નથી કરી. પરંતુ તેઓ રાજકારણ સાથે સંકળાયેલા રહેશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તે બંન્ને 2022માં લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
સામાજિક કાર્યો પર ધ્યાન આપવા રાજીનામુ બહાનું
રાજીનામાને લઇને અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા કહ્યું હતું કે કોઈ નારાજગી નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવા રાજીનામું આપ્યું છે. આ બંને પાટીદાર નેતાઓએ સમાજ સેવા કરવાનું કારણ આપીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હતું. બંનેએ લોકસભા ચૂંટણી ટાંણે એકસાથે પાર્ટીમાંથી રાજીનામાં આપતા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે લોકોને મળીશ, ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ. હું મારી ટીમને મળીશ, દરેકના અભિપ્રાય લઈને નિર્ણય કરીશ. સમાજ જે કહેશે તે કરીશ.