ગડકરી યવતમાળમાં મહાયુતિના ઉમેદવાર રાજશ્રી પાટીલના સમર્થનમાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના યવતમાલના પુસદમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. ચૂંટણી સભા દરમ્યાન સ્ટેજ પર ભાષણ આપી રહ્યાં હતા તે સમયે અચાનક જ તેઓ બેભાન થઈને પડી ગયા.
મહારાષ્ટ્રના યવતમાલના પુસદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. તેઓ મંચ પર ભાષણ આપી રહ્યાં હતા તે સમયે જ અચાનક બેભાન થઈને પડી ગયા. જે બાદ આજુબાજુ હાજર લોકોએ તેમણે સંભાળ્યા અને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા. ભાજપના વરિષ્ઠ નેતાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. થોડીવાર પછી તેઓ સ્ટેજ પર પાછા આવ્યા અને લોકોને સંબોધિત કર્યા. નીતિન ગડકરીના બેહોશ થવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સ્ટેજ પર બેહોશ થયા બાદ ત્યાં હાજર લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. આ પછી તેમને સ્ટેજ પરથી લઈ જવામાં આવે છે.
સ્ટેજ પર બેભાન થયા પછી સારવાર બાદ થોડા સમય પછી તેઓ સ્ટેજ પર પાછા આવ્યા હતા અને લોકોને સંબોધિત કર્યા હતા. ત્યાર બાદ તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું કે હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું. તેમણે લખ્યું, મહારાષ્ટ્રના પુસદમાં રેલી દરમિયાન ગરમીને કારણે અસ્વસ્થતા અનુભવી. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આગામી મીટીંગમાં હાજરી આપવા વરુડ જવા રવાના થઈ રહ્યો છું. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર.
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની જે પાંચ સીટ પર મતદાન થવાનું છે તેમાં નાગપુરની સીટ પર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે. તેમનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે છે. તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. નાગપુર વિધાનસભાની 6 સીટમાંથી 4 સીટ પર ભાજપનો કબજો છે.
ગડકરી યવતમાળમાં મહાયુતિના ઉમેદવાર રાજશ્રી પાટીલના સમર્થનમાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના નેતા નીતિન ગડકરીની તબિયત લથડી હતી. ભાષણ દરમિયાન ગડકરીને ચક્કર આવી ગયા અને સ્ટેજ પર પડી ગયા. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને સંભાળ્યો. વીડિયોમાં કેટલાક લોકો ગડકરીને પકડેલા જોવા મળી રહ્યા છે.