લોકસભાની 26 બેઠકોમાંથી એક બેઠક બિન હરિફ, હવે 25 બેઠકો પર 266 ઉમેદવારો વચ્ચે 7 મે જંગ

Election 2024

વિજાપુર, પોરબંદર, માંણાવદર, ખંભાત, વાઘોડિયા પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે

આગામી 2024 લોકસભા સામાન્ય ચૂંટણી અને 5 વિધાનસભા પેટા ચૂંટણી માટે ગુજરાતમાં ફૉર્મની ચકાસણી પૂર્ણ થઈ ગયા બાદ દરેક બેઠકો પર ઉમેદવારની સંખ્યાનો આંકડોઓ જાહેર, ગુજરાતનાં મુખ્ય ચુંટણી નિર્વાચન અધિકારી કચેરીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ, 2024 સુધીમાં અનુક્રમે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.

તા.20 ના રોજ ચકાસણી દરમિયાન 105 નામાંકન પત્રો રદ્દ કરવામાં આવેલ છે ,21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો જે પૈકી 247 પરુષ ઉમેદવારો તેમજ 19 સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા 23-બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે 26-વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો તથા વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી આઠ જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેતાં આ બેઠક પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.

અમિત શાહ સામે 14 ઉમેદવારો ચૂંટણી લડશે

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠક પરથી 14 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો માંથી સૌથી વધુ ઉમેદવારી પત્રો અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર 18 નોંધાયા છે. વિધાનસભા બેઠકોની વાત કરીએ તો 26-વિજાપુર બેઠક પર સૌથી વધુ 8 જ્યારે 85-માણાવદર અને 108-ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે.

આ બેઠકો પર લોકસભા ઉમેદવાર