સુરત લોકસભા બેઠક પર મળતી માહિતી પ્રમાણે બસપાના પ્યારેલાલ ભારતી બપોરે 2:32 વાગ્યે ઉમેદવારી પાછી ખેંચવા માટે હાજર થવાની વાત સામે આવી છે. ભાજપ ઉમેદવારને બિનહરિફ બનાવવાની કવાયત ચાલતી હોવાની ચર્ચા છે.
સુરત લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સુરત બેઠક બિન હરીફ જાહાર થઈ શકે છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાં બાદ હવે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે 8 અપક્ષ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાની કવાયતમાં 7 ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચયા અને એક અન્ય બસપા પક્ષનો ઉમેદવાર પ્યારેલાલ ભારતી બપોરે 2:32 વાગ્યે ઉમેદવારી પાછી ખેંચવા માટે હાજર થવાની વાત સામે આવી છે. અપક્ષ સહિત ૮ ઉમેદવારો એફિડેવિટ રજૂ કરી છે. કલેકટર દ્વારા સત્તવાર બપોર બાદ જાહેરાત કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત લોકસભામાં 26 એ 26 બેઠક જીતવા નવા પેંતરા આપનાવી રહ્યું છે. ભાજપ સિવાય માત્ર એક ઉમેદવાર બાકી છે. અપક્ષ સહિત ૮ ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફૉર્મ પરત ખેચ્યા છે. હવે માત્ર 1 ઉમેદવાર ફોર્મ પરત ખેચવાના બાકી છે. થોડી વારમાં એક ઉમેદવાર સુરત કલેકટર પહોંચશે.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ છેલ્લી ઘડીએ ફરી જતા તેમનું ફોર્મ રદ થયું છે. ભાજપ સુરત બેઠક પર બિન હરીફ થવા માટે નવો ખેલ તરતીબ આપ્યો છે.
ઉમેદવારી પત્રક આજે છેલ્લો દિવસ
ગુજરાત લોકસભા 26 બેઠકો પર ઉમેદવારી પત્રક ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભા પેટાચૂંટણીની પાંચ બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
હાલ ડાયમંડ હબ કહેવાતું સુરત સૌથી ચર્ચીત છે. સુરત લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે. સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં ઝંપલાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન છ ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ આઠમાંથી કેટલાક ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા છે.
સુરક બેઠક બે દિવસથી ચર્ચીત
બે દિવસથી સુરત બેઠક પર વિવાદ શરૂ થયો છે, કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. ત્યાર બાદ થી હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે.
શું છે આખી ધટના
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી વિવાદમાં મુકાઈ છે. કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કુંભારણીના ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ સહી અમારી નથી. આથી તેમના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભો થયો. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ થઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો. આજે આ સમગ્ર મામલે સુનાવણી થતાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઇ છે.
આખરે ટેકેદારની સહીના વિવાદ બાદ ચૂંટણી અધિકારીએ કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ પણ અમાન્ય રાખ્યું છે,ફોર્મ અમાન્ય થતા કૉંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે