ક્ષત્રિય સંમેલનમાં તમામ 26 બેઠકોના ઉમેદવારોને હરાવા ભાજપ વિરુદ્ધ 100% મતદાન કરવા આહવાન

Kshatriya convention at Ananda

રામનવમી નિમિત્તે આયોજીત ક્ષત્રિય સંમેલનમાં સમાજનાં આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

પુરૂષોત્તમ રૂપાલાની ટીપ્પણીનો વિવાદનો રેલો સમગ્ર ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે આણંદ ખાતે રામનવમી નિમિત્તે આયોજીત ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ હતી.  ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રખાશે.

આણંદ શહેરમાં ક્ષત્રિય સમાજનાં આ સમેલનમાં આગામી લોકસભાની ચુંટણીમાં માત્ર રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલાને નહી પણ 26 બેઠકો પર ભાજપનાં ઉમેદવારોને  હરાવવા માટે 100 ટકા મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યા હતા.

ક્ષત્રિય સમાજ એકતા સમિતીનાં ઉપક્રમે સંમેલનમાં ક્ષત્રિય સમાજનાં આગેવાનોએ ભાજપ સરકાર પર પ્રહારો કરી લોકસભાની ચુંટણીમાં જડબાતોડ જવાબ આપવા સમગ્ર સમાજને આહવાન કર્યું હતું. આ સંમેલનમાં ભાજપના ધારાસભ્યનો પુત્ર જોવા મળ્યા હતા.

ગઈકાલે આણંદ શહેરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતુ. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ પુરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ દર્શાવ્યો કર્યો હતો. રૂપાલા વિરોધ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પુત્રની સૂચક હાજરી આપવાની મળી હતી. આ સંમેલાનમમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનાં પુત્રની હાજરી જોવા મળી હતી. ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

રામ જન્મોત્સવ નિમિત્તે કાર્યક્રમમાં રાજપુત કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય યુવાનો અને બહેન દિકરીઓને અનુરુદ્ધ કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય તેમજ જયાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી કાળો ખેસ ધારણ કરી તેમજ બહેન દિકરીઓએ કાળો દુપટ્ટો પહેરી વિરોધ ચાલુ રાખશે. મહાકાલ સેનાનાં પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ ચાવડા, રાજપુત સંસ્થા સંકલન સમિતીના પ્રદેશ મહિ્લા વીંગનાં પ્રમુખ તૃપ્તિબા રાઉલ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનને કહેવાયું કે, આ લડાઈ ગુજરાતની અસ્મિતાની લડાઈ છે. માં દીકરીઓનાં અપમાનનાં બદલા માટેની લડાઈ છે, ત્યારે સમગ્ર સમાજે કાયદાની મર્યાદામાં રહી લડાઈમાં જોડાવા આહવાન કર્યું હતું.