અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માતમાં 10 લોકોના મોતની ચિચિયારીઓથી હાઈવે ગૂંજી ઉઠ્યો હતો. હાઈવે પર દર્દનાક દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા 7 મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 3ની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. હાલ આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર, જે કારનો અકસ્માત થયો તે કાર અમદાવાદ પાસિંગની અર્ટિગા કાર છે અને કારનો નંબર GJ 27 EC 2578 છે. અર્ટિગા કાર ચાલક શટલ મારી રહ્યો હતો અને 10 લોકોને કારમાં બેસાડ્યા હતા. મૃતકોમાં 4 લોકો અમદાવાદના છે, જ્યારે કારનો ડ્રાઇવર રાજસ્થાનનો છે. બાકીના લોકોની ઓળખ હાથ ધરવામાં આવી છે. આ ભયંકર અક્સ્માતની જાણ થતાં જ 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સાથે જ એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જાતા થોડીવાર માટે ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો.
ટેક્નિકલ ખામી સર્જાતા ટ્રેલર રસ્તાની બાજુમાં ઊભું હતું
મળતી માહિતી અનુસાર ટ્રેલર પૂણાથી અમદવાદ આવી રહ્યું હતું. તે દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાતા તે રસ્તાની બાજુમાં ઊભું હતું. આ સમયે તેની પાછળ કાર ઘૂસી ગઇ હતી. હાલ પાંચ મૃતકોના નામ સામે આવ્યા છે: યોગેશભાઈ નરેન્દ્રભાઇ પંચાલ (હેમલપાર્ક, તક્ષશિલા વિદ્યાલય, અમદાવાદ), સુરેન્દ્રસિંહ અમરસિંહ રાવત (ભીલવાળા, રાજસ્થાન), નીલકુમર મુકેશભાઈ ભોજાણી (દયાલનગર સોસાયટી, વારસિયા રીંગરોડ, વડોદરા), જયશ્રી બેન મિસ્ત્રી મનોજભાઈ (ગણેશનગર સોસાયટી, વડોદરા), શાહબુદ્દીન અન્સારી (મુંબઇ)
રાજેશ ગઢીયાએ જણાવ્યું કે
આ અકસ્માત અંગે ખેડા એસપી, રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર નડિયાદથી પાંચેક કિલોમીટર આગળ ઉભેલા ટ્રેલર પાછળ એક અર્ટિગા કારનો અકસ્માત થયો હતો. અર્ટિગા કારમાં 10 મુસાફરો હતા. જેમાંથી બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાકીના 8 લોકોના ઘટનાસ્થળે મત્યુ થયા હતા. આ ખૂબ જ દુખદ ઘટના બની છે. સમાચાર મળતાં જ કલેક્ટર, મેડિકલ ટીમ, નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ, પોલીસ ટીમ અને સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બે લકોના મોત થયા છે. અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થાય છે. આ તમામના પરિવારનો સંપર્ક કરાઇ હ્યો છે. જેમાંથી 4 લોકોની ઓળખ થઇ છે. વહીવટી તંત્ર મદદ કરી રહ્યું છે.