UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ 3 રેંકમાં આદિત્ય શ્રીવાસ્તવ, અનિમેષ પ્રધાન અને ડોનુરુ અનન્યા રેડ્ડી

UPSC

યુનિયાન પબ્લિક સર્વિસ કમિશન દ્રારા સપ્ટેમ્બર, 2023માં લેવાયેલી સિવિલ સર્વિસીસ પરીક્ષા જાહેર

ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) ના પસંદગીના અધિકારીઓ માટે પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ ત્રણ તબક્કામાં દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે

UPSC સિવિલ સર્વિસીસ 2023 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. 1,016 ઉમેદવારોએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023 પાસ કરી છે. આદિત્ય શ્રીવાસ્તવે સિવિલ સર્વિસ પરીક્ષા 2023માં ટોપ કર્યું છે. જ્યારે અનિમેષ પ્રધાન અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ UPSC પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તે જ સમયે, ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ પરીક્ષાઓ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ A ગ્રેડની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રેડ બી પોસ્ટ માટે 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

યુપીએસસીએ જણાવ્યું કે આ વર્ષે પરીક્ષાનો ઈન્ટરવ્યુ 9 એપ્રિલ 2024ના રોજ પૂર્ણ થયો હતો. IAS માટેના ઇન્ટરવ્યુ 4 જાન્યુઆરીએ શરૂ થયા અને 9 એપ્રિલ સુધી ચાલ્યા. UPSC મુજબ, કુલ 2,800 થી વધુ ઉમેદવારો વિવિધ તબક્કામાં લેવામાં આવેલા ઇન્ટરવ્યુમાં હાજર થયા હતા. આ સમગ્ર પ્રક્રિયા પછી, સિવિલ સર્વિસિસ (IAS, IFS, IPS અને અન્ય કેન્દ્રીય પોસ્ટ્સ) પર પસંદ કરાયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર તેમના રેન્ક અનુસાર બહાર પાડવામાં આવ્યા છે.

UPSC એ IAS, IFS, IPS અને અન્ય કેન્દ્રીય સેવાઓમાં ગ્રુપ A અને ગ્રુપ Bની 1,105 જગ્યાઓ પર ખાલી જગ્યાઓ ભરવા માટે આ વર્ષે પરીક્ષાનું આયોજન કર્યું હતું. UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સની પરીક્ષા ગયા વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી. પ્રિલિમ્સમાં સફળ થયેલા ઉમેદવારો પરીક્ષાના આગળના રાઉન્ડમાં હાજર થયા. UPSC દ્વારા 15, 16, 17, 23 અને 24 સપ્ટેમ્બર 2023ના રોજ બે શિફ્ટમાં પરીક્ષાનો બીજો રાઉન્ડ લેવામાં આવ્યો હતો.

1,016 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે અને કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓ માટે ભલામણ કરવામાં આવી છે. UPSC દર વર્ષે ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) ના પસંદગીના અધિકારીઓ માટે પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ ત્રણ તબક્કામાં દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે.