કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

rohan-gupta

અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને આપી હતી ટિકિટ, થોડા દિવસ પહેલા પાર્ટીમાંથી આપ્યું હતું રાજીનામું

પિતાની બીમારીનું બહાનુ આપી કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રોહન ગુપ્તા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હીના ભાજપ કાર્યાલય ખાતે રોહન ગુપ્તા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. થોડા દિવસ પહેલા જ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

કોંગ્રેસે રોહન ગુપ્તાને 22 માર્ચે લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી હતી. જો કે, રોહન ગુપ્તાએ પિતાની બીમારીનું બહાનુ આપી કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. થોડા દિવસો પછી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. રોહન ગુપ્તાએ 22 માર્ચે આપેલા રાજીનામાના પત્રમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેમને મોટા નેતા દ્વારા અપમાનિત કર્યાનો ઉલ્લેખ પણ કરાયો હતો.

રોહન ગુપ્તાએ તેમના નિર્ણય માટે કોંગ્રેસના કોમ્યુનિકેશન વિભાગ સાથે જોડાયેલા નેતા દ્વારા તેમના “સતત અપમાન અને ચારિત્ર્યની હત્યા”ને જવાબદાર ઠેરવ્યો હતો. રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબિ બગાડવાના પ્રયાસો થઇ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા, જેનો મને આઘાત લાગ્યો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી.