“Pushpa-2: The Rule”નાં ટીઝરમાં પુષ્પ રાજ એક અલગ જ લુકમાં જોવા મળ્યો
સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનનો આજે 8 એપ્રિલના રોજ જન્મ દિવસ છે ત્યારે આજે તેનાં જન્મ દિવસના ખાસ અવસર પર જ ફિલ્મ નિર્માતાઓએ તેની ફિલ્મ “Pushpa-2: The Rule”નું ધમાકેદાર ટીઝર રિલીઝ કરી દીધુ છે. અલ્લુ અર્જુનની “Pushpa:The Rise” જોયા પછી દર્શકો “Pushpa-2: The Rule”ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
છેલ્લા બે વર્ષથી જે ફેન્સ અભિનેતાની જે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, આજે તેનું શાનદાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આજે અલ્લુ અર્જુનના જન્મદિવસે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જે જોતા ખૂબ જ ધમાકેદાર લાગી રહ્યું છે. ટીઝરમાં અલ્લુ અર્જુન હાથમાં ત્રિશૂળ અને શંખ લઈને સાડી પહેરી તાંડવ કરતો જોવા મળ્યો.
ગયા વર્ષે “Pushpa-2: The Rule”ના અલ્લુ અર્જુનનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં, અભિનેતા સાડી પહેરેલો જોવા મળ્યો હતો અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગથી રંગવામાં આવ્યો છે. તેણે સોનાના પરંપરાગત અને ફ્લોરલ જ્વેલરી સાથે મેક-અપ પણ કર્યો હતો. આ સિવાય તે પોસ્ટરમાં કાનની બુટ્ટી અને નાકમાં નથ સાથે બંગડીઓ પણ પહેરેલ જોવા મળ્યો હતો.
સુકુમાર નિર્દેશિત ફિલ્મ “Pushpa-2: The Rule”માં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના અને ફહદ ફાસીલ, જગદીશ પ્રતાપ બંડારી અને સુનીલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. “Pushpa-2: The Rule” ફિલ્મ 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ સાથે થવાની છે. સુકુમારના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ આ વર્ષની મોસ્ટ અવેટેડ સિક્વલમાંથી એક છે.