કર્ણાટકમાં પોલીસના દરોડામાં 5.60 કરોડ રોકડા, 3 કિલો સોનું અને 103 કિલો ચાંદી જપ્ત

karnataka-raid2

કર્ણાટકના બેલ્લારીમાં પોલીસ દરોડા દરમ્યાન એક જ્વેલર પાસેથી અઢળક કુબેરનો ભંડાર મળ્યો

લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના બેલ્લારી શહેરમાં પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે એક બાતમીનાં આધારે દરોડા જ્વેલરી શોપનાં માલિકનાં ઘરે પડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 5.60 કરોડ રૂપિયા રોકડા, 3 કિલો સોનું, 100 કિલોથી વધુ ચાંદીના દાગીના અને 68 ચાંદીના બિસ્કિટ જપ્ત કર્યા હતા. તેની કુલ કિંમત અંદાજીત 7.60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર નરેશ હેમાં જ્વેલરી શોપના માલિક છે. દરોડા દરમ્યાન નરેશના ઘરેથી મોટી રોકડ રકમ અને સોનાં ચાંદીનાં ઘરેણાં મળી આવ્યા છે. દરોડા દરમ્યાન પોલીસે જ્યારે જ્વેલર સાથે પૂછપરછ કરી તો નરેશ સોની પાસે આટલી મોટી રકમ અને જ્વેલરીના પુરતા દસ્તાવેજ ન મળ્યા, જે બાદ ચૂંટણી અધિકારીના નિર્દેશ પર આ તમામ માલ જપ્ત કરી લેવામાં આવ્યો. પૂછપરછ માટે તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસને હવાલા લિંકની શંકા છે. પોલીસે આ મામલામાં કેપી એક્ટની કલમ 98 અંતર્ગત કેસ નોંધ્યો છે. આ કેસને વધુ તપાસ માટે આવકવેરા વિભાગને મોકલવામાં આવશે.