ફોર્બ્સ 2024 બિલિયોનેર્સ લિસ્ટ: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી, ફ્રાન્સના બર્નાર્ડ એનાલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

Mukesh ambani

ફોર્બ્સે 2024 માટે અબજોપતિઓની યાદી જાહેર યાદીમાં વિશ્વના સૌથી 200 ધનિક લોકો
ટેસ્લા અને સ્પેસએક્સના માલિક અને અમેરિકન એલોન મસ્કને લાગ્યો આંચકો, બીજા નંબરે પહોંચ્યા

વિશ્વના સૌથી અમીર લોકોની યાદી (ફોર્બ્સ 2024ની યાદી) જાહેર થઈ ગઈ છે. આ યાદીમાં 200 ભારતીયોને સ્થાન મળ્યું છે. જ્યારે ગયા વર્ષે આ સંખ્યા 169 હતી. આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલરની રેકોર્ડ છે. ગત વર્ષની સરખામણીએ 41 ટકાનો વધારો થયો છે. 2023ની યાદીમાં સમાવિષ્ટ ભારતીય અમીરોની કુલ સંપત્તિ 675 અબજ ડોલર હતી.

એશિયાના સૌથી મોટા અમીર અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની યાદીમાં એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં નંબર વન છે. તેમની સંપત્તિ $83 બિલિયનથી વધીને $116 બિલિયન થઈ છે. જેના કારણે તે 100 બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થનાર પ્રથમ એશિયન બની ગયો છે. મુકેશ અંબાણીએ વિશ્વના નવમા સૌથી અમીર વ્યક્તિ તરીકે તેમનું સ્થાન જાળવી રાખ્યું છે, જેના કારણે તેઓ ભારત અને એશિયા બંનેમાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ બીજા સ્થાને

ગૌતમ અદાણી બીજા સૌથી અમીર ભારતીય છે. તેઓએ તેમની સ્થિતિને મજબૂત કરવા માટે $36.8 બિલિયન ઉમેર્યા છે. આ યાદીમાં એકંદરે, તે $84 બિલિયનની સંપત્તિ સાથે 17મા ક્રમે છે. ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ રહી છે, જેઓ હવે ભારતની ચોથી સૌથી ધનિક મહિલા છે, જે એક વર્ષ પહેલા છઠ્ઠા સ્થાનેથી ઉપર છે. તેમની કુલ સંપત્તિ $33.5 બિલિયન છે.

આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિઓનો સમાવેશ થાય છે. જેમાં નરેશ ત્રેહાન, રમેશ કુન્હિકન્નન અને રેણુકા જગતીયાનીનો સમાવેશ થાય છે. દરમિયાન આ વખતે બાયજુ રવીન્દ્રન અને રોહિકા મિસ્ત્રી યાદીમાંથી બહાર થઈ ગયા છે.

ભારતના ટોપ 10 ધનિક

ધનિક વ્યક્તિકુલ સંપતિ
મુકેશ અંબાણી$116 અબજ ડોલર
ગૌતમ અદાણી $84 અબજ ડોલર
શિવ નાદર$36.9 અબજ ડોલર
સાવિત્રી જિન્દાલ$33.5 અબજ ડોલર
દિલીપ સંઘવી$26.7 અબજ ડોલર
સાયરસ પૂનાવાલા$21.3 અબજ ડોલર
કુશલ પાલ સિંહ$20.9 અબજ ડોલર
કુમાર બિરલા$19.7 અબજ ડોલર
રાધાકિશન દામાણી$17.6 અબજ ડોલર
લક્ષ્મી મિત્તલ$16.4 અબજ ડોલર

વિશ્વના સૌથી અમીર ફ્રાન્સના બર્નાર્ડ એનાલ્ટ

ફોર્બ્સની યાદીમાં ફ્રાન્સના બર્નાર્ડ એનાલ્ટ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેને આ યાદીમાં નંબર વન પર રાખવામાં આવ્યો છે. તેમની કુલ સંપત્તિ $233 બિલિયન છે. ટેસ્લા અને સ્પેસએક્સના માલિક અને અમેરિકન એલોન મસ્કને આંચકો લાગ્યો છે. તેઓ હવે બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ $195 બિલિયન હોવાનો અંદાજ છે.

ફ્રાન્સના બર્નાર્ડ એનાલ્ટ

ત્રીજા નંબર પર ધનિક કોણ?

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ત્રીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ $194 બિલિયન છે. મેટાના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ ચોથા નંબરે, ઓરિકલ કંપનીના માલિક લેરી એલિસન પાંચમા નંબરે, વોરેન બફેટ છઠ્ઠા નંબર પર છે.

બિલ ગેટ્સ 7માં નંબર સ્થાને

માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, જેમણે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો, તેઓ 128 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 7માં નંબર પર છે. આઠમા નંબરે સ્ટીવ બાલ્મર છે. તેમની કુલ સંપત્તિ 121 અબજ ડોલર છે. ભારતના મુકેશ અંબાણી 116 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 9મા નંબરે છે. જ્યારે 10માં નંબર પર આલ્ફાબેટના સીઈઓ લેરી પેજ છે. તેમની પાસે $114 બિલિયનની સંપત્તિ છે.