કરોડના ટેક્સ મામલે કોંગ્રેસને રાહત, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું ટેક્સ વસૂલાત માટે 24 જૂલાઈ સુધી કોઈ કાર્યવાહી નહી

congress-tex

કોંગ્રેસને લોકસભા ચૂંટણીથી 3500 કરોડ રૂપિયાના ટેક્સ બાકીના મામલે રાહત મળી છે. કેન્દ્રએ સોમવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ટેક્સ વસૂલાત માટે લોકસભા ચૂંટણી સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં.

3500 કરોડના ટેક્સ બાકી કેસમાં કોંગ્રેસને સોમવારે મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે તાજેતરમાં કોંગ્રેસને ટેક્સની બે નોટિસ પાઠવી છે. છેલ્લા ચાર દિવસમાં પાર્ટીને આ નોટિસો મળી છે. પહેલી નોટિસમાં 1823 કરોડ રૂપિયાના ટેક્સ બાકી ચૂકવવાની સૂચના આપવામાં આવી હતી અને બીજી નોટિસમાં 1745 કરોડ રૂપિયા ટેક્સની રકમ ચૂકવવા સૂચના આપવામાં આવી હતી. સોમવારે સરકારે સુપ્રીમ કોર્ટને ચૂંટણી સુધી એટલે કે 24 જુલાઈ સુધી કોઈ કડક પગલાં નહીં લેવાની ખાતરી આપી છે.

અગાઉ ટેક્સ અધિકારીઓએ કોંગ્રેસના ખાતામાંથી 135 કરોડની રકમ પણ પાછલી કરવેરાની બાકી રકમના આધારે ઉપાડી લીધી હતી. આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળ્યા બાદ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સોમવારે જ્યારે આ મામલો જસ્ટિસ બી.વી. નાગરથનાની આગેવાની હેઠળની બેંચ પાસે સુનાવણી માટે પહોંચ્યો ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ ચૂંટણી દરમિયાન વિપક્ષી પાર્ટી સામે કોઈ કડક કાર્યવાહી કરશે નહીં.

કોર્ટમાં સોલિસિટર જનરલે શું કહ્યું?

સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને 2024માં ટેક્સ લેણાં પેટે 20% એટલે કે રૂ. 135 કરોડ ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. તે રિકવર કરવામાં આવ્યો છે. આ પછી, ફરીથી 1700 કરોડ રૂપિયાના ટેક્સ બાકીની માંગ કરવામાં આવી હતી. બીજી વખત તેમને 1823 કરોડ રૂપિયાના ટેક્સની ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો ચૂંટણી બાદ ઉકેલી શકાય તેમ છે. અમે 24મી જુલાઈ સુધી કોઈ પગલાં લઈશું નહી.

કોંગ્રેસે ભાજપ પર ‘ટેક્સ ટેરરિઝમ’નો આરોપ

આવકવેરા વિભાગની નોટિસ મળ્યા બાદ કોંગ્રેસે ભાજપ પર ‘ટેક્સ ટેરરિઝમ’નો આરોપ લગાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગનું આ પગલું આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને આર્થિક રીતે સંપૂર્ણ રીતે નબળી બનાવવાનો પ્રયાસ છે. પાર્ટીએ કહ્યું હતું કે આનાથી ચૂંટણીમાં તમામ પક્ષો માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડનો અંત આવશે. ચૂંટણી પંચે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ.

કહ્યું, ના, અમે તો એટલું જ કહી રહ્યા છીએ કે ચૂંટણી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તે જ સમયે, કોંગ્રેસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું કે કેન્દ્ર સરકારે સંપત્તિમાંથી 135 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. અમે કોઈ નફો કરનારી સંસ્થા નથી, માત્ર એક રાજકીય પક્ષ છીએ.

મેરિટના આધારે કેસની વધુ સુનાવણી થશે

કોંગ્રેસ દ્વારા દલીલો રજૂ કરવામાં આવ્યા પછી, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેમની પાસે કેસની યોગ્યતા પર ઘણું કહેવાનું છે. તેના પર કોર્ટે કહ્યું કે અપીલમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મેરિટના આધારે કેસની વધુ સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે ટેક્સ બાકી નોટિસ મળ્યા બાદ કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપ ટેક્સ નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરી રહી છે, પરંતુ આવકવેરા વિભાગ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું નથી. આવકવેરા વિભાગ પર પણ ટેક્સની યોગ્ય ગણતરી ન કરવાનો આરોપ લાગ્યો હતો.