AMCની તિજોરી પર 957 કરોડનું મસમોટુ દેવું, પરિસ્થિતિ હળવી કરવા ભાજપના સત્તાધીશો દ્વારા સાજીસ

sabarmati Reverfront

તંત્ર દ્વારા સાબરમતી રીવરફ્રન્ટનું 2200 કરોડનું દેવું દુર કરવા રીવરફ્રન્ટની કરોડોની જમીન ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે લીઝ ઉપર આપવાની સાજીસ

3000 કરોડની વર્લ્ડ બેંક પાસેથી લોન લઈને રીવરફ્રન્ટ કોર્પો.ને બાવીસો કરોડની લોન આપતું મ્યુ.કોર્પો.

વર્ષ ૧૯૯૭માં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લી. ની પબ્લીક લી. કંપની તરીકે રચના કરવામાં આવેલ હતી ત્યારબાદ વર્ષ ૨૦૦૩ માં તે પ્રોજેક્ટની શરૂઆત કરતી વખતે 1000 દિવસમાં પૂર્ણ કરવાની જાહેરાત કરાયેલ હતી પરંતુ આજે પણ તે પ્રોજેકટ પુરો થઇ શક્યો નથી રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે 2005-06 થી ડીસે-2023 સુધીમાં મ્યુ.કોર્પો.દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ લી. ને 2200 કરોડથી વધુ રકમની લોન પણ આપવામાં આવેલ છે. આ રકમમાં વ્યાજની રકમ સામેલ નથી વ્યાજની રકમ ઉમેરતાં લોનની રકમ અધધધ થઇ જવા પામે હાલ મ્યુ.કોર્પોના માથે 957 કરોડનું દેવું ઉભું જ છે ત્યારે એક તરફ સત્તાધારી પક્ષ ભાજપની ટ્રીપલ એન્જીન સરકારની સુફિયાણી વાતો કરે છે અને બીજી તરફ 34000 કરોડ જેટલી ઓકટ્રોયની ગ્રાન્ટની બાકી રકમ રાજ્ય સરકાર પાસેથી વસૂલવા અસક્ષમ છે જો ઓકટ્રોયની ગ્રાન્ટની બાકી રકમ વસુલવામાં આવે તો મ્યુ.કોર્પો અને તેની સંલગ્ન તમામ સંસ્થાઓ આર્થિક રીતે સધ્ધર બની જાય

AMC 957 કરોડનું મસમોટુ દેવું

હાલમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોની આર્થિક પરિસ્થિતિ કથળવા પામેલ છે હાલ મ્યુ.કોર્પો ની તીજોરી પર રુપિયા 957 કરોડનું દેવું કરવાની નોબત આવી છે તેમજ તાજેતરમાં વર્લ્ડ બેંક પાસેથી રુપિયા 3000 કરોડની લોન લેવાની ફરજ પડેલ છે અને બીજી તરફ સાબરમતી રીવરફ્રન્ટ કોર્પો.ને 2200 કરોડની લોન આપવામાં આવે તે કોઇ પણ રીતે સુસંગત નથી

રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે કેન્દ્વ કે રાજ્યસરકાર દ્વારા નાણાંની મળ્યા નથી

આ પ્રોજેકટ માટેનું તમામ નાણાંકીય ભારણ ખરેખર તો રાજ્ય સરકારે ઉઠાવવું જોઇએ અમદાવાદ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરનાર રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે કેન્દ્વ સરકાર કે રાજ્યસરકાર દ્વારા કોઇ પણ જાતની નાણાંકીય મદદ કરેલ નથી તેમજ રીવરફ્રન્ટની જમીનનું વેચાણ કરવા રાજ્ય સરકાર દ્વારા મોટો વિલંબ કરવામાં આવેલ તેને કારણે પ્રતિદિન સાબરમતી રીવરફ્રન્ટ કોર્પો. ઉપર નાણાંકીય ભારણ વધવા પામેલ છે. જેને કારણે મ્યુનિ.કોર્પોની પ્રાથમિક સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવવામાં વિલંબ થયેલ છે. જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે. ભાજપ દ્વારા ત્રિપલ એન્જીન સરકારની વારંવાર દુહાઇ દેવામાં આવે છે. તે ત્રિપલ એન્જીનની રાજ્ય સરકાર પાસેથી ઓકટ્રોયની ગ્રાન્ટની બાકી રકમ તાકીદે વસુલવામાં આવે તો મ્યુ.કોર્પો ઉપર કોઇ નાણાંકીય ભારણ રહેવા ના પામે.

ભાજપના સત્તાધીશો દ્વારા સાજીસ

હવે જ્યારે સાબરમતી રીવરફ્રન્ટ ઉપર રુપિયા 2200 કરોડનો નાણાંકીય બોજો છે. તે બોજો દુર કરવા, તેમજ મ્યુનિ.કોર્પોની તીજોરીની પરિસ્થિતિ હળવી કરવા માટે ભાજપના સત્તાધીશો દ્વારા રીવરફ્રન્ટની મૌકાની જમીનો પોતાના માનીતા દેશ વિદેશના ઉદ્યોગપતિઓને નજીવા ભાવે લીઝ ઉપર આપવાની સાજીસ કરેલ છે. જેને કારણે કરોડોના ભાવની જમીનો સામાન્ય સસ્તા દરે આપી ભષ્ટ્રાચાર આચરવાનો હીન પ્રયત્ન કરેલ છે તેને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વિરોધ કરી વખોડી કાઢે છે.

વિગતરકમ (રુ. કરોડામાં)વિગતરકમ (રુ. કરોડામાં)
31-3-05 સુધી0.012015-1695.09
2005-067.612016-17124.00
2006-079.552017-1846.00
2007-0818.602018-1952.00
2008-0929.052019-2068.00
2009-1081.952020-2152.50
2010-11105.922021-2283.00
2011-12156.092022-23162.50
2012-13221.982023-24 (ડિસે-23 સુધી)182.50
2013-14188.80
2014-15536.88કુલ રકમ2222.03