મુખ્તાર અંસારી જેલમાં અચાનક બેભાન થઈને પડી ગયા હતા. મંગળવારે પણ તેમની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર હતા. જોકે, આજે તેમની તબિયત મંગળવાર કરતાં વધુ ખરાબ હતી
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીનું અવસાન થયું છે. તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. જેલમાં તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું. મુખ્તાર અંસારી જેલમાં અચાનક બેભાન થઈને પડી ગયા હતા. મંગળવારે પણ તેમની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર હતા. જોકે, આજે તેમની તબિયત મંગળવાર કરતાં વધુ ખરાબ હતી.
ગેંગસ્ટર ડોન અને મઉ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીનું 28 માર્ચ, ગુરુવારની મોડી રાત્રે અવસાન થયું. બાંદા જેલમાં મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડી. તેમની તબિયત વધુ બગડતાં તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રાત્રે 8:25 કલાકે તેનું મોત નીપજ્યું હતું. એવું માનવામાં આવે છે કે મુખ્તાર અંસારીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. બાંદા જેલમાં આવતા પહેલા મુખ્તાર અંસારીને પંજાબની રોપર જેલમાં રાખવામાં આવ્યો હતો.
મુખ્તાર અંસારીના નિધન બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી શકે છે. મુખ્તાર અંસારી રાજકીય કનેક્શન પણ ધરાવે છે. મુખ્તારે આરોપ લગાવ્યો હતો કે તેને જેલમાં ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. મઉથી અનેક વખત ધારાસભ્ય રહી ચુકેલા મુખ્તાર અંસારી વિવિધ કેસોમાં સજા ભોગવી ચૂક્યા છે અને હાલમાં તે બાંદા જેલમાં બંધ છે.અંસારી સામે ઉત્તર પ્રદેશ, પંજાબ, નવી દિલ્હી અને અન્ય ઘણા રાજ્યોમાં લગભગ 60 કેસ પેન્ડિંગ છે.