ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સનાં 4 વિષયોની આન્સર કી જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીની આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ આન્સર કી ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મિડીયમનાં નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ આન્સર કી અંગે કોઇ વિદ્યાર્થીને રજૂઆત કરવી હોય તો 30 માર્ચ સુધી રજૂઆત કરી શકેશે. રજુઆત માટે એક પ્રશ્ન દીઢ 500 રુપયા ફી ભરવી પડશે. અને જો રજુઆત સાચી હશે તો ભરેલ ફી 500 રુપયા પરત મળશે.
આન્સર કી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પરથી જોઈ શકાશે તેમજ ડાઉનલોડ કરી શકાશે. આન્સર કી અંગે કોઈ વિદ્યાર્થીની રજુઆત હોય તો તે ફક્ત ઈમેલ મારફતે સ્વીકારાશે. બોર્ડની વેબસાઈટ પર મૂકેલા નિયત નમૂનામાં વિષયવાર અને માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજુઆત ઇમેઇલ આઈડી gsebsciencekey2024@gmail.com પર 30મી માર્ચનાં સાંજનાં 6 વાગ્યા સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદ કરાયેલી કોઈ પણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. રજૂઆત ફક્ત ઈમેલ મારફતે સ્વીકારવામાં આવશે. રજુઆત કરવા માટે પ્રશ્નદીઠ 500 રુપયા ફી ચલણથી “SBI BANK”માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો પણ બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ ઈમેલ મારફતે મોકલવી જરુરી છે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. આ સિવાય વિદ્યાર્થીએ જે પ્રશ્નની રજૂઆત કરેલી છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી બોર્ડ દ્વારા પરત કરવામાં આવશે.
આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી
- સૌ પ્રથમ GSEBની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઓપન કરો.
- ત્યાર બાદ Board Website પર ક્લિક કરો.
- ત્યાર બાદ હોમ પેજ પર News Highlights સેક્શનમાં નીચે HSCE SCIENCE MARCH-2024 PROVISIONAL ANSWER KEY પર ક્લિક કરો.
- ત્યાર બાદ એક નવા પેજમાં PDF ફાઈલ ખુલશે જેમાં ઉપરની તરફ જમણી બાજુ ડાઉનલોડ અને પ્રિન્ટનું બટન દેખાશે.
- ત્યારબાદ આન્સર કી ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ પણ કાઢી શકો છે.