ભારતની બુલેટ ટ્રેન માટે બનાવાયેલ ખાસ ટ્રેક અને સ્પીડનો વિડિયો કેન્દ્રિય રેલ્વે મંત્રીએ X પર શેર કર્યો

Bullet train first-ballastless-track

બુલેટ ટ્રેનની ટ્રેક ઉપરની સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની છે. 153 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ કરાયું, આ ઉપરાંત 295.5 કિમીનું પીલર (થાંભલા)નું કામ પૂર્ણ કરવામાં આવ્યું

કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પહેલી બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા ખાસ પ્રકારના ટ્રેકની પ્રથમ ઝલક બતાવી છે. અશ્વિનીએ પોતાના એક્સ હેન્ડલ પરથી વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે દેશના પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેકની વિશેષતાઓ સમજાવી હતી.

ગુજરાત-મુંબઈ વચ્ચે બની રહેલા આ ટ્રેક વિશે વિગતવાર માહિતી વિડીયોમાં આપવામાં આવી છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન દોડવાના દ્રશ્યો પણ એનિમેટેડ રીતે સામેલ કરવામાં આવ્યા છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ બનેલા આ ટ્રેક બેલાસ્ટલેસ છે, એટલે કે એવા ટ્રેક, જેને હાઈ-સ્પીડ ટ્રેનોના વજનને સહન કરવા માટે ટ્રેકમાં કાંકરી અને કોંક્રીટના એંગલની જરૂર નથી પડતી. વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેક પર સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. જેમાંથી 153 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 295.5 કિમીનું પીલર (થાંભલા)નું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

વીડિયોમાં શું છે?

વિડિયો બતાવે છે કે આ ચોક્કસ ટ્રેક સિસ્ટમ – જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમ -નો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટ્રેક સિસ્ટમમાં મુખ્યત્વે ચાર ભાગ છે. આરસી ટ્રેક બેડ એ વાયા ડક્ટની ઉપર સિમેન્ટ-ડામર અને મોર્ટારનું એક સ્તર છે, જેમાં પ્રી-કાસ્ટ સ્લેબ અને ફાસ્ટનર્સ સાથેની રેલ છે.

વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં બે જગ્યાએ પ્રી-કાસ્ટ આરસી ટ્રેક સ્લેબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આણંદ અને ગુજરાતના કીમમાં. અંદાજે 35 હજાર મેટ્રિક ટન રેલ આવી છે. બાંધકામનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.