1 એપ્રિલથી શરૂ થતી વર્ગ-3ની પરીક્ષા માટેના કોલ લેટર આજથી ડાઉનલોડ કરી શકાશે, જાણો કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરવો?

gsssb-class-3-call-letter

જીએસએસએસબી દ્વારા 5554 જગ્યાઓ પર ભરતી માટેનાં કૉલ લેટર 31 માર્ચ, 2024ના રોજ રાતે 11:55 કલાક સુધી ડાઉનલોડ કરી શકશે.

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (જીએસએસએસબી) દ્વારા જુનિયર ક્લાર્ક સહિત વિવિધ કેડરની 1 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા માટેના કોલ લેટર આજથી ડાઉનલોડ થઈ શકશે. ઉમેદવારો 31 માર્ચ, 2024ની રાત્રે 11:55 સુધી કૉલ લેટર ડાઉનલોડ કરી શકશે. 1 એપ્રિલથી શરૂ થનાર પરીક્ષા 9મી મે સુધી ચાલશે. ચૂંટણીના કારણે તારીખ 6 અને 7 મે ના રોજ લેવામાં આવનારી પરીક્ષા મુલતવી રહી અને બીજી તારીખો ઉપર લેવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 માટે વર્ગ-3ની જુનિયર ક્લાર્ક સહિત 5554 જગ્યાઓ પર ભરતી માટે સળંગ 38 દિવસ સુધી ઑનલાઈન CBRT ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત 1 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા 9મી મે, 2024 સુધી ચાલશે. જેને લઈ મંડળ દ્વારા ઉમેદવારો માટે CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવનાર હોઇ આ પરીક્ષા પધ્ધતિ વિશે જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટની લિંક પ્રકાશિત કરવામાં આવી છે. આપેલ લિંક પર ક્લિક કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે ઉમેદવારોએ MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે. ડાઉનલોડ કર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢવાની રહેશે. કારણ કે ખાસ સૂચના આપવામાં આવી છે કે કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરવો?

  • કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઈટ ઓપન કરવી.
  • MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Later પર Click કરવું.
  • ત્યાર બાદ “Primary Exam Call Later” પર Click કરીને Select Jobના બૉક્સમાંથી આપ જે પરીક્ષાનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તેને સિલેક્ટ કરવું.
  • ત્યાર બાદ “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર Click કરવું.
  • Print Call Letter પર Click કરતા જ એક નવી Windowમાં આપનો કોલ લેટર સ્ક્રીન પર દેખાશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).
  • આ Call Later તથા તે સાથેની સૂચનાઓની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે.
  • ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.