પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વામાં એક આત્મઘાતી બોમ્બ હુમલામાં 5 ચીની નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાનનાં ખૈબર પખતૂનખ્વાના શાંગલા જિલ્લામાં બેશમ વિસ્તારમાં આત્મઘાતી હુમલાખોરે ચીનના એન્જિનિયરોના કાફલામાં વિસ્ફોટથી ભરેલી કાર ઘુસાડી દીધી હતી. તેમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચીનના 6 નાગરિકોના મોત થયા છે. હુમલામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા તેની માહિતી સામે નથી આવી.
સ્થાનિક પોલીસે જણાવ્યું કે આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકથી ભરેલા એક વાહનથી ચીનના એન્જિનિયરોના કાફલાને ટક્કર મારી. તમામ ચીની એન્જિનિયર ઈસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વા વિસ્તારના દાસુમાં પોતાના કેમ્પ જઈ રહ્યા હતા. પાકિસ્તાન માટે આ ઘટના ઘણી મહત્વની છે કારણ કે ચીન પાકિસ્તાનનું નજીકનું મિત્ર માનવામાં આવે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ચીની એન્જિનિયરોનો કાફલો ઈસ્લામાબાદથી નીકળ્યો હતો, જે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દાસુ કેમ્પ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેમના કાફલાને આત્મઘાતી બોમ્બરે નિશાન બનાવ્યો હતો. હાલ આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી ઉપલબ્ધ નથી.
નોંધનિય છે કે હુમલામાં 5 ચીની નાગરિક અને તેમના એક પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, દાસુમાં મુખ્ય ડેમ છે અને આ વિસ્તારમાં પહેલા પણ આ પ્રકારના હુમલા થઈ ચૂક્યા છે. વર્ષ 2021માં એક બસમાં થયેલા વિસ્ફોટમાં નવ ચીની નાગરિકો સહિત 13 લોકોના મોત થઈ ગયા હતા.