વલસાડ, વડોદરા, સાબરકાંઠા, અને આણંદ બેઠકને લઇને અને વિવાદ ચરમસિમાએ પહોચ્યો
લોકસભાની ચૂટણની તારીખો જાહેર થઈ ગઈ છે. દરેક પાર્ટી પોતપોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવાનું શરૂ કરી દિધુ છે. આ સાથે ભાજપે ગુજરાત લોકસભના ઉમેદવારોના નામ જાહેરત પણ કરી છે. ગુજરાત લોકસભાની ચાર-એક બેઠક પર ટિકિટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વલસાડ, વડોદરા, સાબરકાંઠા, અને આણંદ બેઠકને લઇને અને વિવાદ ચરમસિમાએ પહોચ્યો છે. આજ શનિવારનો દિવસ ગુજરાતની રાજનીતિમાં હલચલનો દિવસ બનીને આવ્યો છે. વડોદરામાં રંજન ભટ્ટે ઉમેદવારી ખેંચ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પરત ખેંચવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે ભાજપમાં હવે કોનો વારો પડશે તેવુ ચર્ચાઈ રહ્યું છે.
ભીખાજી ઠાકોરે ચૂટણી ન લડવાની જાહેરાત
ભાજપે લોકસભા બેઠક સાબરકાંઠા પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. ત્યારે ભીખાજી ઠાકોરે સોસિયલ મીડીયાના માધ્યમથી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં બે બેઠકના ઉમેદવારોએ ઈલેક્શન ન કહ્યું છે. ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કિલો પેદા થઈ શકે છે. ભાજપની 26 બેઠકો પાંચ લાખની લીડથી જીતવાના સપના પર ગ્રહણ લાગી રહેલુ દેખાઈ રહ્યુ છે. ભીખાજી ઠાકોરે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ કરી લીધા હતા, ત્યારે હવે તેમણે રંજન ભટ્ટ બાદ તરત ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરતા રાજકીય કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરાટીંબા ગામના ભીખાજી ઠાકોરને પસંદ કર્યા હતા ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને ટીકિટ ન આપીને નવા ચહેરાને તક આપી હતી. ગુજરાતની સાબરકાંઠા બેઠક પર પણ ઉમેદવારને નામે જ્ઞાતિ સમીકરણો મેળ ખાઈ રહ્યાં નથી. કોંગ્રેસે અહીં આદીવાસી સમાજના નેતા તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. ભીખાજી ઠાકોર સામે વિવાદ વધ્યો હતો. તેથી ભીખાજીએ આ નિર્ણય લીધો હોવાનું પણ કહેવાય છે. દિલ્હી હાઈકમાન્ડ શું નિર્ણય લેશે તે જાણવાનું રહેશે