આતિશીએ કેજરીવાલની ધરપકડ પર સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીના પદેથી રાજીનામું નહીં આપે અને જેલમાંથી જ સરકાર ચલાવશે.
શરાબ કૌભાંડમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબત હવે વધી રહી છે. અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ સાથેની PIL દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એડવોકેટ શશિ રંજન કુમાર સિંહ દ્વારા દિલ્હી હાઈકોર્ટ સમક્ષ PIL દાખલ કરવામાં આવી છે. જેમાં કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી દિલ્હી નિવાસી સુરજીતસિંહ યાદવે દાખલ કરી છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે કહ્યું કે- મુખ્યમંત્રી નાણાકીય કૌભાંડના આરોપી છે, તેથી તેમણે સાર્વજનિક પદ પર બની રહેવાની મંજૂરી ન આપવી જોઈએ. PIL કરનાર સુરજીતસિંહ યાદવનો દાવો છે કે તેઓ એક ખેડૂત છે અને સોશિયલ વર્કર છે. લાઈવ લો મુજબ, PILમાં સુરજીતે એમ પણ કહ્યું કે કેજરીવાલ પદ પર યથાવત રહેતા કાયદાકીય પ્રક્રિયામાં અડચણ આવશે. જેનાથી રાજ્યમાં બંધારણીય તંત્ર પણ તૂટવાની આશંકા છે. જો કે હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે આ અરજી પર કોર્ટ સુનાવણી કરશે કે નહીં.
દિલ્હીના મંત્રી આતિશીએ કેજરીવાલની ધરપકડ પર સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીના પદેથી રાજીનામું નહીં આપે અને જેલમાંથી જ સરકાર ચલાવશે. તેમજ કેજરીવાલને આજે રાઉજ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે- હું અંદર રહું કે બહાર, મારું જીવન દેશ માટે સમર્પિત છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક્સાઇઝ પોલિસી કેસમાં શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરી છે. ED દ્વારા ધરપકડ બાદ કેજરીવાલે હજુ સુધી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું નથી. આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવામાં આવી છે.