ગઈકાલે ભાજપે લોકસભા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. તેના એક દિવસ બાદ એટલે કે આજે શુક્રવારે ભાજપે ઉમેદરવારોનાં નામની ચોથી યાદી જાહેર કરી છે. જાહેર કરવામાં આવેલ ચોથી યાદીમાં કુલ 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગઈ કાલે જાહેર કરેલ ત્રીજી યાદીમાં તામિલનાડુથી 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરીના એક અને તમિલનાડુના 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ અત્યાર સુધીમાં ભાજપે લોકસભા ચૂંટણી માટે કુલ 297 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે કુલ 139 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ત્રણ યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવારો અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું 7 મેના રોજ, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમા તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજાશે જ્યારે 4 જૂને પરિણામ જાહેર થશે.