રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર
EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી
દિલ્હી લિકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. આ પહેલા કોર્ટમાં બંને પક્ષોએ દલીલો કરી હતી. કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. એવો સવાલ પણ ઉઠાવ્યો કે જ્યારે ED પાસે બધું જ છે તો પછી ધરપકડ શા માટે કરવામાં આવી. 3 કલાકની સુનાવણી બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો.
નોંધનીય છે કે ઈડીએ કેજરીવાલને 10 દિવસના રિમાન્ડ પર મોકલવાની માંગ કરી હતી. આજે બપોરે 2 વાગ્યે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બપોરે 2.15 વાગ્યે શરૂ થઈ અને 5.15 વાગ્યા સુધી ચાલી હતી. અંતે કોર્ટે 3 કલાક બાદ 8.34 કલાકે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે દિલ્હીના સીએમ કેજરીવાલને 28 માર્ચ સુધીના રિમાન્ડની મંજૂરી આપી છે.