ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, તમિલનાડુથી 9 ઉમેદવારોના નામ, અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે

bjp-release-third-list

ભાજપે અગાઉ જાહેર કરેલી બે યાદી મુજબ પ્રથમ યાદીમાં 195 અને બીજી યાદીમાં 72 નામ જાહેર કર્યા હતા

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ત્રીજી યાદીમાં કુલ 9 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે, જે તમામ ઉમેદવારો તમિલનાડુના છે. ટી સુંદરરાજનને ચેન્નાઈ દક્ષિણથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજેપીના તમિલનાડુ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે.

ત્રીજી યાદીમાં જાહેર 9 ઉમેદવારોનાં નામ
1- ચેન્નાઈ દક્ષિણ- તમિલિસાઈ સુંદરરાજન
2- ચેન્નાઈ સેન્ટ્રલ- વિનોજ પી સેલ્વમ
3- વેલ્લોર-એ. સી શણમુગમ
4- કૃષ્ણગિરી- સી નરસિમ્હન
5- નીલગીરી- એલ મુરુગન
6- કોઈમ્બતુર- કે. અન્નામલાઈ
7- પેરામ્બલુર- T.R. પરિવેન્દ્ર
8- થૂથુકુડી- નૈનાર નાગેન્દ્રન
9- કન્યાકુમારી- પો. રાધાકૃષ્ણન

તમિલનાડુમાં પ્રથમ તબક્કામાં એટલે કે 19મી એપ્રિલે ચૂંટણી છે. અહીં એક જ દિવસે 39 બેઠકો પર મતદાન થશે. તમિલનાડુમાં 39 બેઠકોમાંથી 7 અનામત બેઠકો છે. તામિલનાડુમાં 20 માર્ચે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અહીં નામાંકન માટેની છેલ્લી તારીખ 27મી માર્ચ છે. તમિલનાડુમાં કુલ 6.18 કરોડ મતદારો છે. જેમાં 3.14 કરોડ મહિલા અને 3.03 કરોડ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ ડૉ. તમિલિસાઈ સુંદરરાજન પોતાના પદ પરથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જેમને ચેન્નાઈ દક્ષિણથી ચૂંટણી લડશે.

ભાજપે અગાઉ 2 યાદીમાં કુલ 276 ઉમેદવારો જાહેર કર્યા
આ અગાઉ ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના જાહેર કર્યા હતા, તો કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે ભાજપે આજે ત્રીજી યાદી જાહેર કરી છે. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 276 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.