પીએમ મોદીએ 9 અને 10 માર્ચે અરુણાચલ પ્રદેશમાં 13 હાજાર ફૂટની ઉંચાઈ પર આવેલી સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ ચીનને પીએમની મુલાકાત લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો
અરુણાચલ પ્રદેશના મુદ્દે લઈને ચીનને જોરદાર ઝટકો લાગ્યો છે. અમેરિકાએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે. અમે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની આજુબાજુના કોઈપણ પ્રદેશ પર દાવા કરવાના પ્રયત્નોનો વિરોધ કરીએ છીએ. ચીને દાવો કર્યા બાદ અમેરિકાએ આ નિવેદન ભારતની તરફેળમાં આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 અને 10 માર્ચના રોજ અરુણાચલ ગયા હતા. તેમણે 13 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલી સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પછી ચીને 11 માર્ચના રોજ પીએમની મુલાકાતનો વિરોધ કર્યો હતો. ચીની સેનાએ અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો હોવાનો દાવો કર્યો હતો. 825 કરોડના ખર્ચે બનેલી આ ટનલ થોડા કલાકોમાં સૈનિકો અને શસ્ત્રોને LOC સાથે આગળના સ્થળોએ પહોંચવાની મંજૂરી આપશે.
અતિક્રમણ મુદ્દે અમેરિકાનો વિરોધ
બુધવારે દૈનિક બ્રીફિંગમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અરુણાચલ પ્રદેશને ભારતીય પ્રદેશ તરીકે માન્યતા આપે છે. અહી કોઈપણ પ્રકારની ઘુસણખોરી ખોટી છે. અમે વાસ્તવિક નિયંત્રણ રેખાની પાર સૈન્ય, નાગરિક ઘૂસણખોરી અથવા અતિક્રમણ દ્વારા કોઈપણ પ્રદેશ પર દાવા કરવાના એકપક્ષીય પ્રયાસનો સખત વિરોધ કરીએ છીએ.
ચીને અરુણાચલ જંગનન નામ આપ્યું
ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ તરીકે ઓળખાવે છે. તેણે તેનું નામ ‘જંગનન’ રાખ્યું. 11 માર્ચે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને અરુણાચલ પ્રદેશને કહ્યું હતું કે તે ચીનનો પ્રદેશ છે. અમારી સરકારે ગેરકાયદે વસાહત અરુણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી. આજે પણ અમે તેનો વિરોધ કરીએ છીએ. આ ચીનનો હિસ્સો છે અને અહીં ભારત મનસ્વી રીતે કશું કરી શકે નહીં.
તેના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ચીનના દાવાને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યો અને પુનરોચ્ચાર કર્યો કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે.