વડોદરાની સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું

BJP MLA Ketan Inamdar resigned

લોકસભા ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ, મધુ શ્રીવાસ્તવ,જ્યોતિબેન પંડ્યા બાદ હવે કેતન ઇનામદારનો અસંતોષ બહાર આવ્યો

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. લોકસભાના ઈલેક્શન મતદાન ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે 2024ના રોજ યોજાવાનો છે. ભાજપ, કોંગ્રેસ, આપે પોતાના ઉમેદવારોના અડધા નામોની સૂચી જાહેર કરી દીધી છે. આ સાથે વિધાનસભાની પેટા ચૂટણી પાંચ બેઠકો ઉપર યોજાવાની છે. તમે જાણો જ છોકે, ભાજપની નીતી, કોંગ્રેસ તોડો, ભાજપ જોડોની નીતીમાં ભારતીય જનતા પર્ટી ખૂબ માહેર છે. વડોદરમાં એવું તો કાચુ શું કપાયુ કે, ભારતીય જનતા પાર્ટીના નેતા-કાર્યકરતાઓ નારાજ દેખાઈ રહ્યા છે અને પક્ષમાં વિરોધનો સૂર મોટો થતો જાય છે. ભાજપનો આંતરિક ઉકળાટ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. તેઓએ મોડી રાતે ઈમેઈલ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે.

રંજન બેનની પસંદગીથી ભાજપમાં નારજગી

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની વડોદરાની બેઠક માટે રંજન બેનની પસંદગી કરતાં જ્યોતિબેન પંડ્યા નારાજ થયા હતા અને તેમણે મીડિયા સમક્ષ આ મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જે બાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ દબંગ અંદાજ માટે જાણીતા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મેદાનમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, વાઘોડિયા બેઠક પર કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો અને કઈ જાતિના કેટલા ઉમેદવારો લડે છે, તેના પરથી સમીકરણો નક્કી થશે. સમીકરણો જોઈને ચૂંટણી લડવી કે નહીં તે નક્કી કરીશ. આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવાર જો નબળા હશે તો હું વિધાનસભા જ નહીં, પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ. અને હવે કેતન ઈનામદારે રાજીનામું ધરી દીધું છે. ઈનામદારે દાવો કર્યો છે કે, તેઓ અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું છે.

વડોદરા ભાજપમાં જ કેમ અસંતોષની આગ કેમ ફેલાઈ છે. જ્યોતિબેન પંડ્યા બાદ હવે કેતન ઇનામદારનો નારાજગી બહાર આવી છે. આ અગાઉ મધુ શ્રીવાસ્તવથી માંડીને નેતા-કાર્યકરતાઓમાં અસંતોષની આગ વડોદરામાં જ કેમ ભભૂકી ઉઠી છે. વડોદરા ભાજપ માટે માથાનો દૂખાવો કેમ બન્યો. વડોદરા ભાજપ સંગઠન અને સત્તા પાન આમને સામે હોવાની રાજકીય ચર્ચાઓ છે.

સાવલી MLA રાજીનામું

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. મોડી રાતે ઈ-મેઈલના મારફતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. કેતન ઈનામદાર સતત બે ટર્મથી સાવલીથી ભાજપના ધારાસભ્ય છે. 2012માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા.

રાજીનામા અંગે ઈનામદારનું ખુલાસો

કેતન ઇનામદારે જણાવ્યું હતું કે આ મારો અવાજ નથી પરંતુ ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ છે જુના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કચાશ લાગતી હતી પાર્ટીને મોટી કરવી જોઈએ પરંતુ જૂના કાર્યકર્તાઓને માન સન્માન મળવું જોઈએ લોકસભાની ચૂંટણી પૂર્વે આપેલા રાજીનામાં અંગે તેમણે જણાવ્યું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે લોકસભાની બેઠક માટે સાવલી વિસ્તારમાંથી સૌથી વધુ લીડ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને મળશે અને તે માટે તમામ કાર્યકર્તાઓ કાર્ય કરશે.
પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની વાત સામે આવી છે. કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં તેઓ નારાજ થયા હતા. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપસિંહ સામે કેતન ઈનામદાર ચૂંટણી લડ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી પાર્ટીની નીતિથી નારાજગી હતી. ચૂંટણીમાં સામે લડેલા કુલદીપસિંહ રાઉલજીને ભાજપે ડભોઇ વિધાનસભાની વિશેષ જવાબદારી સોંપતા કેતન ઇનામદાર નારાજ જોવા મળ્યા છે.