રોહન ગુપ્તાએ આ બેઠક પર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો
પિતાની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ જણાવી ઉમેદવારી પરત ખેંચી હતી
લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમજ રાજકીય માહોલ ગરમાતો જાય છે. કયાંક રાજીનામા તો કયાંક નિવેદબાજીઓ સામે આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. રોહન ગુપ્તાએ ભાજપનો ગઢ કહેવાતી અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડતા હવે કોંગ્રેસમાં અનેક દાવેદારો મેદાનમાં આવી ગયા છે. આ દાવેદારોમાં એક તો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ છે, અને બીજા ટીવી ડિબેટનો જાણીતો ચહેરો અમિત નાયક છે. બન્નેએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની અમિત નાયકે તૈયારી બતાવી છે. અમિત નાયકે કહ્યું કે પક્ષને જો જરૂર હશે તો ચોક્કસ તેઓ અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડશે. અમદાવાદ પૂર્વ બેઠક પરના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી ચૂંટણી લડવાની રોહન ગુપ્તાએ ના પાડી છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકે ભાજપના ઉમેદવાર સામે પૂરી તાકાતથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.
કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી, જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસનું હાઇકમાન્ડ મને મંજૂરી આપશે તો હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી બીજેપી સામે પુરી તાકાતથી લડીશ. તેમણે આગળ લખ્યુ કે કોંગ્રેસનો એકએક કાર્યકર્તા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 2024ની ચૂંટણી દેશના ગરીબ, પીડિત, શોષિત, ખેડૂત અને યુવાનોના મુદ્દાઓ પર લડશે.
આ વખતે અમદાવાદ પૂર્વમાં ભાજપે હસમુખ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે રોહત ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા.પરંતુ તેમણે ઉમેદવારી પરત ખેંચી છે. હવે જોવું રહ્યું કે, કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે. કોંગ્રેસનાં પ્રવક્તા અમિત નાયક ટીકીટ માગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેમને ટિકિટ આપશે કે પછી કોઇ અન્ય ચહેરો આ બેઠક પર ઉતારશે તે જાણવા માટે મતદારો પણ ઉત્સુક છે.