સ્નાતક વિદ્યાર્થીઓને રાજ્યપાલનો બોધ, ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક બધું જ બનજો પણ માનવ થવાનું ન ભૂલતા

Rai-University-10-Convocation

રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી

અમદાવાદ ધોળકા સરોડા રોડ ઉપર આવેલી રાય યુનિવર્સિટી ખાતે આજ રોજ તેના ૧૦મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, યુનિવર્સિટીના સ્નાતક થયેલા 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાનો આયોજન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ, મહેમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાત સરકારમાં રહી ચૂકેલા પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધોળકા તાલુકાનાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, રાય યુનિવર્સિટીના અધ્યક્ષ સંગીતા રાય, રજિસ્ટ્રાર બીજેન્દ્ર યાદવ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા હાજર રહ્યા હતા.

સંગીતા રાયએ કોનવોકેશન ઓપન કર્યું

રાય યુનિવર્સિટીના અધ્યક્ષ સંગીતા રાયએ 10 કોનવોકેશન ઓપન મુક્યું હતું અને મહેમાનોનું સ્મૃતિ ચિન્હ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું, તેમની હાજરી માટે આભાર અને પ્રશંસાનો કરી હતી. પ્રોફેસર ડૉ. અનિલ તોમરે તેમના સંબોધનમાં, તેમના નોંધપાત્ર યોગદાનને ઓળખીને, મહેમાનોનું સ્વાગત કર્યું.

વિદ્યાર્થીઓને બોધ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્નાતકોને સંબોધતા તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૈદ્ધાંતિક જ્ઞાન અને વાસ્તવિક-વિશ્વ એપ્લિકેશનો વચ્ચેના અંતરને દૂર કરવા, વ્યવહારિક શિક્ષણ પર ભાર મૂકવા બદલ રાય યુનિવર્સિટીની પ્રશંસા કરી. આ સાથે તેમણે જણાવ્યું કે અત્યાર સુધી શિક્ષકો અને ગુરુજનોએ આપ સૌને શિક્ષિત કર્યા છે, પરંતુ દીક્ષિત કરવાનું કામ આજે કરવામાં આવી રહ્યું છે. આપ સૌ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશો, તમારામાંથી ઘણા  ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વકીલ થશો. પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા. મનુષ્ય થઈને આપ નાગરિકોનાં દુઃખ અને સમસ્યાને પોતાનાં સમજીને તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરજો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, પ્રાચીનકાળમાં આ અવસરે ગુરુજનો વિદ્યાર્થીઓને અંતિમ ઉપદેશ આપતા હતા. સત્ય બોલવું, ધર્મનું આચરણ કરવું અને  આજીવન વિદ્યાર્થી બની રહેવાનો ઉપદેશ આપતા. આ ઉપદેશથી વિદ્યાર્થીને સામાજિક જીવનની વાસ્તવિકતાને સ્વીકારવા અને સમસ્યાઓની સામે લડવાની પ્રેરણા આપતા હતા. આજે પણ આપણે આપણી સંસ્કૃતિની વ્યવસ્થાને જાળવી રાખી છે જે આનંદની વાત છે.

જીવનમાં ખરી પરીક્ષા આવતીકાલથી શરૂ: ભુપેન્દ્ર ચુડાસમ

ભુપેન્દ્ર ચુડાસમએ સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, વાસ્તવિક જીવનમાં પ્રવેશ કરી રહ્યા છો, વર્ષમાં એકવાર પરીક્ષા આપતાં હોઈયેં પણ હવે આવતી કાલથી તમારા જીવનમાં રોજ પરીક્ષા યોજાશે, વિદ્યાર્થીઓને જીવનની પરીક્ષામાં પાસ થવા માટે ભુપેન્દ્ર પટેલે તેમણે પોતાની ટિપ્સ વિદ્યાર્થીઓ સમક્ષ જણાવીને કહ્યું જીવનમાં શખત મહેનત કરવી, ડિસિપ્લિન જાળવો જેવી અનેક બાબતો ઉપર વિધાર્થીઓને જણાવ્યું હતું

ગોલ્ડ મેડલિસ્ટ અને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત

સ્નાતક થયેલા યુનિવર્સિટી ટોપર, ૧૮ ગોલ્ડ મેડલિસ્ટ અને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સાથે 21 પી.એચ.ડી સ્નાતકો, 86 રાય સ્કૂલ ઓફ એન્જનિયરિંગ સ્નાતકો, 76 રાય સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝના સ્નાતકો, 10 યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લોના સ્નાતકો, 59 રાય સ્કૂલ ઑફ સાયન્સમાંથી સ્નાતકો, 58 ફાર્મસીના સ્નાતકો હતા.