અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરાઈ, હાર્ટની નહીં પરંતુ પગની થઈ એન્જીયોપ્લાસ્ટી, હોસ્પિટલથી મળી રજા

amitabh-bachan

એન્જિયોપ્લાસ્ટી બાદ કોકિલાબેન હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને શુક્રવારે સવારે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. એન્જિયોપ્લાસ્ટી બાદ હોસ્પિટલમાંથી તેમને આજે રજા આપી દેવામાં આવી છે અને હાલમાં તેઓ એકદમ બિલકુલ સ્વસ્થ છે. અમિતાભ બચ્ચનને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનને એન્જિયોપ્લાસ્ટી માટે હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળતા જ તેમના ચાહકો મહાનાયકનાં સાજા થવા માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. 81 વર્ષીય બિગ બીને શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે, અમિતાબ બચ્ચનના પગમાં ગંઠાઇ જવાને કારણે તેના પગની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, નહીં કે હૃદયની એન્જિયોપ્લાસ્ટી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી હાર્ટમાં નહીં, પરંતુ પગમાં ક્લૉટ હોવાથી ત્યાં કરવામાં આવી હતી.અમિતાભ બચ્ચનને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ એક્સપર્ટના મતે, જો અમિતાભની સર્જરી સમયસર કરવામાં ના આવી હોત તો હાર્ટ અટેક કે સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાત. અમિતાભને સવારે આઠ વાગ્યે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા અને સાડા અગિયારે તેમને હોસ્પિટલના 16મા માળે સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. હવે તે ઘરે પરત પણ આવી ગયા છે અને સ્વસ્થ થઈ ગયા છે.

અમિતાભ બચ્ચને તેમના X પ્લેટફોર્મ પર થોડા કલાકો પહેલા ટ્વીટ કર્યું હતું, “in gratitude ever”, એટલે હાલમાં એવુ જેવું લાગે છે, કે ઓપરેશન સારું થયું અને તેઓ સુરક્ષિત છે.

તેમના કેટલાક ચાહકો ચિંતામાં હતા અને તેઓએ બીગ બી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. એક ચાહકે લખ્યું, “હું પ્રાર્થના કરું છું કે તમે સ્વસ્થ રહો.” કેટલાક ચાહકોએ તેમની છેલ્લી ટ્વીટ પર પણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી. બીગ બીના સ્વાસ્થ્ય અંગે અપડેટ માટે તેમની આગામી ટ્વીટની રાહ જોઈ રહ્યા છે.