રાજ્યના શિક્ષણ વિભાગે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે કડક કાર્યવાહી કરવાની સુચના આપી દીધી છે
શિક્ષકો સ્કૂલોમાં ચાલુ ક્લાસે પાન-મસાલા અને ગુટખા ખાતા હોય છે. જેને લઈને સ્કૂલમાં શિક્ષકો વ્યસન કરતા હોવાની અનેક ફરિયાદો મુખ્યમંત્રીને થઈ હતી. ત્યાર બાદ વ્યસન કરતા શિક્ષકોને સરકાર દ્વારા શાંખી લેવામાં નહીં આવે તેની સામે ગુજરાત સરકારે આ મામલે લાલ આંખ કરી છે.
શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકોને જોઈને તેની અસર શાળાના બોળકો પર ન થાય તેના માટે અનેક ફરીયાદો મુખ્યમંત્રીને મળતી હોવાથી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતા લીધી છે. શિક્ષણ મંત્રીને આ અંગે કડક સુચના આપી છે. જેને પગલે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે, હવે રાજ્યની કોઈ શાળાઓમાં શિક્ષકો પાન મસાલા ખાતા ઝડપાશે તો તે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
વ્યસનકરતા શિક્ષક સામે ગુન્હો નોંધાશે
શાળામાં બાળકો સ્કૂલમાં જીવન ઘડતરના પાઠના બદલે વ્યસનના પાઠ શીખીને જાય તે શિક્ષણ જગત માટે ખરાબ બાબત છે. જેને પગલે મુખ્યમંત્રીએ વિદ્યાના ધામમાં વ્યસન ન થાય તેની તકેદારી રાખવા કડક સુચના આપી છે. જેથી શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે ફોજદારી ગુનો બનશે. સાથે શિક્ષણ વિભાગે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે.
શિક્ષણ વિભાગનો પત્ર
રાજ્યની શાળાઓમાં શિક્ષકોના દ્વારા પાન-મસાલા-સિગ્રેટના વ્યસનને લઈ હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષાણ અધિકારીને પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે કડક પગલાં લેવા આદેશ આપ્યો છે. શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે, શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનીય બાબત છે.