દેશના વડાપ્રધાને અમદાવાદના આંગળેથી 10 નવી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની ભેટ આપીને લીલી ઝંડી બતાવી

PM-Modi-10-New-Train-Vande-Bharat-Ahmedabad-Flag-of

85 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, વડાપ્રધાન મોદીએ કહ્યું આ માત્ર ટ્રેલર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદમાં ઓપરેશન કંટ્રોલ સેન્ટર ખાતેથી પીએમ મોદીએ એક સાથે દેશભરમાં 85 હજાર કરોડ રૂપિયાના ખર્ચના લગભગ 6000 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ 10 નવી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. ભારતીય રેલવે પાસે 104 (51 જોડી) વંદે ભારત ટ્રેન છે.

31 જાન્યુઆરી, 2024 સુધી દેશમાં 82 વંદે ભારત ટ્રેનો ચાલી રહી હતી. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 256 જિલ્લાઓને આવરી લે છે. પીએમ મોદીએ મંગળવારે હાલની ચાર વંદે ભારત ટ્રેનોના રૂટ લંબાવ્યા.

PM મોદીના સંબોધનનામાં શુ બોલ્યા

વિકસિત ભારત માટે નવા બાંધકામો સતત વિસ્તરી રહ્યા છે. છેલ્લા 75 દિવસમાં રૂ. 11 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

હું ખાસ કરીને મારા યુવા મિત્રોને કહેવા માંગુ છું કે આજનું ઉદ્ઘાટન તમારા વર્તમાન માટે છે, અને આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઈને આવ્યો છે.

2014 પહેલા દેશના 6 નોર્થ ઈસ્ટ રાજ્યોની રાજધાનીઓ રેલ્વે દ્વારા જોડાયેલી ન હતી. દેશમાં 10 હજારથી વધુ માનવરહિત રેલવે ફાટક હતા. માત્ર 35% રેલ્વે લાઈનોનું વીજળીકરણ થયું હતું. કારણ કે રેલ્વે લાઇનને ડબલ કરવી એ અગાઉની સરકારોની પ્રાથમિકતા ન હતી.

રેલવેનો વિકાસએ અમારી સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે. અમે 2014 પહેલા કરતા 10 વર્ષમાં સરેરાશ રેલ્વે બજેટમાં 6 ગણો વધારો કર્યો છે.

ભારતીય રેલ્વે આધુનિકતાના પાટા પર આગળ વધવાનું ચાલુ રાખશે, આ મોદીની ગેરંટી છે. દેશની જનતાનું મન વિકાસ સાથે જોડાયેલું છે. આજે 700થી વધુ જિલ્લાઓમાં વિકાસની લહેર લોકો અનુભવી રહ્યા છે.

હું દેશને ખાતરી આપું છું કે આગામી 5 વર્ષમાં તમે ભારતીય રેલ્વેમાં એવું પરિવર્તન જોવા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

વંદે ભારત ટ્રેનનું નેટવર્ક હવે દેશના 250 થી વધુ જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે. જનભાવનાઓને માન આપીને સરકાર વંદે ભારત ટ્રેનોના રૂટમાં સતત વધારો કરી રહી છે.

રેલવેનું કાયાકલ્પ પણ વિકસિત ભારતની ગેરંટી છે. નવા રેલ્વે ટ્રેકનું ઝડપી બાંધકામ, 1300 થી વધુ રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ, વંદે ભારત, નમો ભારત, અમૃત ભારત જેવી નેક્સ્ટ જનરેશનની ટ્રેનો, આધુનિક રેલ્વે એન્જિન અને કોચ ફેક્ટરીઓ, આ બધું 21મી સદીમાં ભારતીય રેલ્વેનું ચિત્ર બદલી રહ્યું છે.

આ નવી ટ્રેનો ચલાવવામાં આવશે

અમદાવાદ-મુંબઈ
સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ
ખુજરાહો-દિલ્હી
લખનઉ-દહેરાદૂન
પટના- લખનઉ
રાંચી-વારાણસી
કલાબુર્ગી-બેંગ્લોર
ન્યૂ જલપાઈગુડી-પટના
પુરી-વિશાખાપટ્ટનમ

જૂના રૂટને લંબાવવામાં આવ્યા

નવી ટ્રેનો જ નહીં પરંતુ કેટલાક જૂના રૂટ પણ લંબાવવામાં આવ્યા છે. તિરુવનંતપુરમ-કસારાગોડ ટ્રેનને હવે મેંગલુરુ સુધી લંબાવવામાં આવશે. અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે દ્વારકા આવશે. ગોરખપુર- લખનઉ વંદે ભારત ટ્રેન હવે પ્રયાગરાજ સુધી જશે. તેવી જ રીતે અજમેર અને દિલ્હી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટ હવે ચંદીગઢ સુધી લંબાવવામાં આવશે.