બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ હતું જ્યારે ફાર્મા અને હેલ્થકેર શેરોમાં વધારો થયો હતો
આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય બજાર ઘટાડાની સાથે બંધ થયા છે. રોકાણકારો માટે અઠવાડિયોના પ્રથમ દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. . આજે કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 637 પોઈન્ટ ઘટીને 73,502.64 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 178 પોઈન્ટ ઘટીને 22,332.65 પોઈન્ટ પર બંધ થયો હતો.
બેન્કિંગ અને એનર્જી શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.36-1.58 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. જ્યારે ફાર્મા અને હેલ્થકેર શેરોમાં વધારો જોવાને મળ્યો છે.
બીએસઇ સેન્સેક્સના 30 હેવીવેઇટ્સમાંથી 22 શેર ડાઉન હતા. જેમાં પાવરગ્રીડ, ટાટા સ્ટલી, એસબીઆઈ, ઈન્ડ્સઇન્ડ બેંક અને હિન્દુસ્તાન યુનિલિવર 1.3 થી અઢી ટકા સુધી ડાઉન તૂટ્યા ગતા. એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સના 50માંથી 33 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ નરમ હતા. સેક્યોરિયલ ઈન્ડાઇસિસમાં રિયલ્ટી ઈન્ડેક્સ 1.15 ટકા, પાવર 1. ટકા, મેટલ 1.4 ટકા, બેન્કેક્સ 1.1 ટકા, યુટિલિટિઝ 1.25 ટકા, ટેલિકોમ ઈન્ડેક્સ 2.4 ટકા ઘટ્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. મિડકેપ શેરોમાં યુકો બેંક, એનએમડીસી, કેસ્ટ્રોલ, આઈઓબી અને સેલ 3.53-4.57 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં લિંડે ઈન્ડિયા, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, સોલાર ઈન્ડસ્ટ્રીઝ, આરઈસી અને નિપ્પોન 2.38-5.70 ટકા સુધી ઉછળો છે. સ્મૉલોકપ શેરોમાં જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ, બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ, સિગાચિ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ્સ અને ટ્રુકેપ ફાઈનાન્સ 10.28-20 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ગોડફ્રે ફિલિપ, નારાયણા હ્યદાલય, એસટેક લાઈફ, સિગનિટી ટેક અને એનએલસી ઈન્ડિયા 6.42-10.30 ટકા સુધી ઉછળા છે.
આજે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 389.65 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે અગાઉ 7 માર્ચ, 2024 ગુરુવારના રોજ બીએસઇની માર્કેટ વેલ્યૂએશન 392.81 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણાકોની સંપત્તિમાં 3.16 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
ટાટા કંઝ્યુમર, પાવર ગ્રિડ, બજાજ ઑટો, ટાટા સ્ટીલ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, ઓએનજીસી, એનટીપીસી અને કોલ ઈન્ડિયા 1.33-3.06 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે અપોલો હોસ્પિટલ, નેસ્લે ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ અને બ્રિટાનિયા 0.90-2.66 ટકા સુધી વધીને બંધ થયા છે.
અગાઉ 7 માર્ચે શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 74,245ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 22,525ના સ્તરને સ્પર્શ્યો હતો. જોકે, બાદમાં તે નીચે આવ્યો હતો અને સેન્સેક્સ 33 પોઈન્ટના વધારા સાથે 74,119 પર બંધ થયો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 19 પોઈન્ટનાં વધારા સાથે 22,493ના સ્તરે બંધ રહ્યો હતો.