ચીન સરહદની નજીક આવેલ ટનલના નિર્માણથી ચીન સરહદ સુધીનું અંતર 10 કિલોમીટર ઓછું થઈ જશે. તેજપુરથી તવાંગની મુસાફરીનો સમય એક કલાકથી વધુ ઘટી જશે.
ઓલ-વેધર સેલા ટનલને કારણે આસામના ગુવાહાટી અને તવાંગમાં તૈનાત ભારતીય સેના સાથે તમામ હવામાનમાં સંપર્ક જાળવી રાખવાનું સરળ અને શક્ય બનશે.
વડાપ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં વિશ્વની સૌથી લાંબી ટુ-લેન ટનલ (સેલા ટનલ)નું ઉદ્ઘાટન કર્યું. લગભગ 825 કરોડના ખર્ચે આ ટનલને બનાવવામાં ચાર વર્ષનો સમય લાગ્યો છે. એટલી ઊંચાઈ પર બનાવવામાં આવેલી આ દુનિયાની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે. ટનલની ઊંચાઈ 13000 ફૂટ છે. આ પ્રોજેક્ટમાં બે ટનલ સામેલ છે. ચીનથી ચાલી રહેલા તણાવની વચ્ચે આ ટનલને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
સેલા ટનલની વિશેષતાઓઃ
આસામના તેજપુરથી અરુણાચલ પ્રદેશના તવાંગને જોડતા રસ્તા પર સ્થિત ટનલનો શિલાન્યાસ ફેબ્રુઆરી 2019માં પીએમ મોદીએ કર્યો હતો. આનાથી તેજપુરથી તવાંગની મુસાફરીનો સમય એક કલાકથી વધુ ઘટી જશે. ટનલના નિર્માણથી ચીન સરહદ સુધીનું અંતર 10 કિલોમીટર ઓછું થઈ જશે. સેલા સુરંગ ચીન સરહદ નજીક છે.
આ ટનલ ચીન સરહદ પર સ્થિત તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી આપશે. ચીનની LAC બોર્ડરની નજીક હોવાને કારણે 13,000 ફૂટની ઊંચાઈ પર બનેલી આ ટનલ ખરાબ હવામાનમાં સેનાની અવરજવરને સરળ બનાવશે. આટલી ઊંચાઈ પર બનેલી આ વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન BROના આ પ્રોજેક્ટમાં બે ટનલ અને એક લિંક રોડનો સમાવેશ થાય છે.ઈમરજન્સી સ્થિતિ માટે ટનલમાં એસ્કેપ ટ્યૂબ પણ લગાવાઈ છે. આ સિવાય સુરંગો વચ્ચે 1200 મીટર રોડ છે. બંને ટનલ સેનાના પશ્ચિમમાં બે હિલ્સથી થઈને પસાર થાય છે. આ ટનલ આસામના તેજપુર અને અરુણાચલના તવાંગને સીધુ જોડશે. બંને સ્થળોએ ચાર આર્મી કોર્પ્સ હેડક્વાર્ટર છે, જેનું અંતર પણ એક કલાક ઘટશે. 1962ના યુદ્ધમાં ચીનના સૈનિક આ વિસ્તારમાં ભારતીય સેનાની સાથે ટકરાયા હતા. ચીને તવાંગ શહેર પર કબ્જો પણ કરી લીધો હતો. દરમિયાન હવે આ ટનલ ચીનને આકરો સંદેશ આપી રહી છે.
વાસ્તવમાં આ ટનલ દ્વારા ભારતીય સેનાને તેમના જરૂરી તમામ વસ્તુઓ દરેક સિઝનમાં સરળતાથી મળી રહેશે. અહીં તાપમાન ક્યારેક -20 ડિગ્રી સુધી ઘટી જાય છે, આવી સ્થિતિમાં વાહનોનું પેટ્રોલ અને ડીઝલ પણ થીજી જાય છે. પરંતુ હવે ઓલ-વેધર સેલા ટનલને કારણે આસામના ગુવાહાટી અને તવાંગમાં તૈનાત ભારતીય સેના સાથે તમામ હવામાનમાં સંપર્ક જાળવી રાખવાનું સરળ અને શક્ય બન્યું છે.
BROએ જણાવ્યું કે, ટનલ બનાવતી વખતે ઘણી મહત્વની બાબતો ધ્યાનમાં રાખવાની હતી, અંતે તેને નવી ઓસ્ટ્રિયન ટનલીંગ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. વાસ્તવમાં, તેમાં સારી વેન્ટિલેશન સિસ્ટમ, લાઇટ સિસ્ટમ અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ પણ છે. આ ટનલમાંથી દરરોજ લગભગ 3 હજાર નાના વાહનો અને લગભગ 2 હજાર મોટા ટ્રક અને વાહનો અવરજવર કરી શકે છે. આ ટનલ બનાવવા માટે 50થી વધુ એન્જિનિયર અને 800 ક્રૂ મેમ્બર સામેલ હતા. ટનલ બનાવવા માટે 825 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.