ગઈ કાલે ધારાસભ્ય અને અન્ય બે નેતાઓ સહિતના ત્રણ નેતાઓ કોંગ્રેસ હાઈકમાન્ડને રાજીનામાં મોકલ્યા હતા
જ્યારે જ્યારે ચૂટણીઓ નજીક આવે ત્યારે ત્યારે નેતાઓનું પક્ષ પલટો કરવાનો દૌર શરૂ થઈ જાય છે. દેશમાં 2024ની સામાન્ય લોકસભાની ચૂટણી યોજાવાની છે અને ટૂંક સમયમાં ચૂટણીની તારીખ પણ જાહેર થવાની છે. તે પહેલા કોગ્રેસમાં રાજકીય ભુંકપ સર્જાયો છે. કોંગ્રેસના નેતો પાર્ટી છોડીને ભાજપમાં જોડાય છે. અને જાણે લોકસભાની ચૂટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યોજાયો હોય તેવા માહોલ છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પ્રવેશ પહેલા પ્રદેશ ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર, NSUIના યુથ કોંગ્રેસના કાર્યકરો સહિતના નેતાઓ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. ગાંધીનગર ખાતે પાર્ટી કાર્યાલાય કમલમમાં બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યું છે. તેમની સાથે બે દાયકાથી વધુ કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મુળુભાઈ કંડોરીયાએ પણ ભાજપમાં જોડાયા છે.
ગુજરાત ભાજપા અધ્યક્ષ પાટીલે આ કાર્યક્રમા કાર્યકર્તાઓનું આવકારતા કહ્યું કે, ‘લોકોને મદદ કરવાની ભાવના માટેનુ પ્લેટફોર્મ મળે તે માટે તમે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.’
ભાજપમાં જોડાયા બાદ શું બોલ્યા મોઢવાડિયા
ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ‘હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી જોડાયેલો હતો અન કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો. ભાજપને મારા જેવા નેતાની કોઇ જરૂર નથી. કાંઇ ખૂટતું હતુ અને ઉમેરવા આવ્યો છો એવું નથી. પરંતુ સામાજીક બદલાવ માટે કામ કરીશું. કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી. પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છુ. કોઇ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે. ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલી આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છુ.’
કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. કોંગ્રેસ પાસે 14 ધારાસભ્ય રહ્યા છે. OBC સમાજના બે નેતા, આહિર અને મેર સમાજના આ આગેવાનોના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપની સીધો ફાયદો થઈ શકે છે.