વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા
વિજલપોર પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે ધર્મેશ પટેલ
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર કોંગ્રેસના નેતાઓનો રાજીનામાનો દૌર શરૂ થયો છે. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને બાદમાં નવસારી કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામાં ધરી દીધા છે. ધર્મેશ પટેલ 2019 લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. આમ આજે એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ રાજીનામાં આપી દીધુ છે.
નવસારી જિલ્લાના કોળી આગેવાન ધર્મેશ પટેલે પણ કોગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ,ધર્મેશ પટેલ આવતીકાલે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે,તો ધર્મેશ પટેલ ગત લોકસભાની ચૂંટણી સી.આર.પાટીલની સામે લડયા હતા,વર્ષોથી કોગ્રેસની સેવા કરનાર પરિવારમાંથી આવતા ધર્મેશ પટેલે રાજીનામું આપતા હડકંપ મચ્યો છે. આવતીકાલે તેઓ સી.આર.પાટીલના હસ્તે ખેશ ધારણ કરશે,તો અન્ય કોગ્રેસના કાર્યક્રતાઓ પણ ખેસ ધારણ કરી ભાજપમાં જોડાશે.